દૈનિક 10 તાલીમી ફ્લાઈટ્સની અવરજવર; આધુનિક ઈંકજ સિસ્ટમ અને લાંબો રન-વે પાયલોટ્સ માટે આશીર્વાદરૂપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર મુસાફરીનું કેન્દ્ર જ નહીં, પરંતુ નવા પાયલોટ્સને તૈયાર કરવાનું મુખ્ય મથક બની રહ્યું છે. અહીં મહેસાણાની ‘ગુજરાત ફ્લાઈંગ ક્લબ’, અમરેલીની ‘વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટ’ અને ભાવનગરની ’ડ્યુન્સ એર એકેડમી’ના તાલીમી વિમાનો નિયમિત રીતે નેવિગેશન અને લેન્ડિંગની પ્રેક્ટિસ માટે આવે છે. મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર સ્લોટ ન મળવાને કારણે રિલાયન્સ કંપનીના પાયલોટ્સ પણ હવે તાલીમ માટે રાજકોટ એરપોર્ટની પસંદગી કરી રહ્યા છે, જેને કારણે અહીં દૈનિક સરેરાશ 10 જેટલી તાલીમી ફ્લાઈટ્સની અવરજવર રહે છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 3040 મીટર લાંબો રન-વે અને આધુનિક ‘ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ’ (ઈંકજ) ઉપલબ્ધ છે, જે પાયલોટ્સને પ્રતિકૂળ સંજોગોમાં પણ સુરક્ષિત લેન્ડિંગ શીખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અહીં નાઈટ લેન્ડિંગ અને ઇમરજન્સી બ્રેકિંગની અત્યાધુનિક સગવડો પણ છે. તાલીમનો મુખ્ય સમય સવારે 10:30 થી 12:30 અને બપોરે 3 થી 4 વાગ્યાનો રહે છે. પાયલોટ્સને ખાસ કરીને લેન્ડિંગ, ટેકઓફ, ગ્રાઉન્ડ બેઇઝ નેવિગેશન અને લેન્ડિંગ ઇક્વિપમેન્ટની ઊંડી માહિતી આપવામાં આવે છે. આ તાલીમ માટે એરપોર્ટ ઓથોરિટીને ફ્લાઈટ દીઠ અંદાજે ₹800 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે.
હાલ રાજકોટ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ્સની સંખ્યા મર્યાદિત હોવાથી તાલીમી વિમાનોને પૂરતો સમય અને ખુલ્લી એર સ્પેસ મળી રહે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલું ફાયર રિસ્પોન્સ યુનિટ માત્ર 2 મિનિટમાં રન-વે સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, જે તાલીમ દરમિયાન કોઈપણ ઈમર્જન્સી રિસ્પોન્સ શીખવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. જામનગર અને ભુજ એરફોર્સના એરક્રાફ્ટ પણ ઘણીવાર પ્રેક્ટિસ માટે અહીં આવે છે, જે આ એરપોર્ટની વ્યૂહાત્મક અને તાકનીકી સજ્જતા પુરવાર કરે છે.
રાજકોટ એરપોર્ટ પરથી હાલ ઉડાન ભરતી 13 ફ્લાઇટ
ફ્લાઇટ નંબર રૂટ રાજકોટથી પ્રસ્થાન
ઈંૠઘ 6557/6558 દિલ્હી 8.05 દૈનિક
અઈંઈ 2785/2786 મુંબઈ 8.35 દૈનિક
ઈંૠઘ 6133/49ઋઢ મુંબઈ 9.00 દૈનિક
ઈંૠઘ 6241/6245 પુણે 10.25 મંગળ, ગુરૂ, રવિવાર
અઈંઈ 885/886 દિલ્હી 10.10 બુધવાર સિવાય
ઈંૠઘ 6372/155 ગોવા 12.00 દૈનિક
ઈંૠઘ 154/6371 હૈદરાબાદ 15.55 દૈનિક
ઈંૠઘ 6507/312ઉં બેંગલોર 16.15 દૈનિક
ઈંૠઘ 936/937 મુંબઈ 16.55 દૈનિક
અઈંઈ 2730/2731 મુંબઈ 18.05 દૈનિક
ઈંૠઘ 5025/527ઉં દિલ્હી 17.55 દૈનિક
અઈંઈ 2537/2538 દિલ્હી 20.05 દૈનિક
ઈંૠઘ 317ઋ/274 મુંબઈ 19.55 દૈનિક



