રૈયાધારમાં રહેતાં મિત્રએ સાચવવા આપ્યાની ગ્રામ્ય SOG સમક્ષ કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
નગરપાલીકાની ચુંટણી ભયમુક્ત માહોલમાં યોજાઇ તે હેતુસર રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી હિમકર સિંહ દ્વારા ગેરકાયદેસર હથીયાર રાખતા શખ્સો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચના અન્વયે એસ.ઓ.જી. પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા ટીમ સાથે મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ અમીતભાઇ કનેરીયા અને હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચરને એક શખ્સ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રાજકોટના સદગુરુ પાર્કના જય ઉર્ફે જયુ મુકેશ વાઢેરને દેશી બનાવટની પીસ્ટલ અને 1 જીવતા કાર્ટીઝ સાથે દબોચી લઈ પૂછતાછ કરી હતી આરોપી રાજકોટમાં રીક્ષાના સીટ કવરના વુડ બનાવે છે અને તે મેટોડામાં આવેલ મામાદેવના મંદિરે દર્શન કરવાં તેમજ મેટોડામાં પણ ધંધો ચાલું કરવો હોય જેથી પીસ્ટલ સાથે રાખી આવતા ઝડપાઇ ગયો હતો. તેમજ તેને પીસ્ટલ અને જીવતા કાર્ટીઝ રૈયાધારમાં રહેતાં મિત્ર હિતેષએ સાચવવા આપી હોવાની પ્રાથમિક કબુલાત આપી હતી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ શખ્સ અગાઉ મારામારી, દારૂ સહિતના અનેક ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.