એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે જાહેર
વડોદરાનો બીજો, જામનગરનો ચોથો અને સુરત એરપોર્ટનો આઠમો ક્રમ
- Advertisement -
બેંક-અઝખ, શોપિંગ સુવિધા, બિઝનેસ કે એક્ઝિક્યુટિવ લોન્જ ન હોવાથી તેમાં એક પણ માર્ક ન મળ્યો
મુસાફરોને અપાતી સુવિધા, સ્વચ્છતા, સુરક્ષા, ચેક-ઇન વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર સહિત 33 પાસાને ધ્યાનમાં લેવાયા
સર્વેના પરિણામોમાં પ્રથમ ક્રમે ખજુરાહો અને અને ભોપાલ એરપોર્ટનો સમાવેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કસ્ટમર સેટિસફેક્શન સર્વેમાં ખજુરાહો અને ભોપાલ પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં વડોદરા બીજા તો જામનગર ચોથા ક્રમે છે જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છેક 18 મા ક્રમે છે. જોકે આ વખતનું પરફોર્મન્સ સારું એટલા માટે કહી શકાય કારણ કે 6 માસ પહેલા આ એરપોર્ટનો ક્રમ 31 મો હતો. રાજકોટ એરપોર્ટ પર હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ ન હોવાથી પાસપોર્ટ અને આઇડી નિરીક્ષણ કેન્દ્ર નથી. આ સાથે જ બેંક અને અઝખ, શોપિંગ સુવિધા તેમજ બિઝનેસ અથવા એક્ઝિક્યુટિવ લોન્જ ન હોવાથી તેમાં એક પણ માર્ક મળ્યો નથી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ દરમિયાન બે વખત મુસાફરોના અભિપ્રાય આધારે કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે હાથ ધરવામાં આવે છે. વર્ષ 2024 માં દરમિયાન મુસાફરોને આપવામાં આવેલી સુવિધાઓમાં નબળું પરફોર્મન્સ રહેતા રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ એરપોર્ટ 27મા અને ત્યારબાદ વર્ષ 2025 ના જાન્યુઆરીથી જૂન માસ દરમિયાનના સર્વેમાં ગગડીને 31મા ક્રમે પહોંચી ગયુ હતુ. જોકે આ વખતે જુલાઈથી ડિસેમ્બર – 2025 દરમિયાન 18 માં ક્રમે આવ્યુ છે.
વર્ષ 2025 માટે જાહેર થયેલી દેશના ટોપ 34 એરપોર્ટની યાદીમાં ગુજરાતના 4 એરપોર્ટનુ સ્થાન છે. જેમાં ગુજરાતમાંથી વડોદરા એરપોર્ટ બીજા ક્રમે છે. જ્યારે જામનગર એરપોર્ટ ચોથા તો સુરત એરપોર્ટે 8 મો ક્રમ મેળવ્યો છે. આ સાથે રાજકોટના હીરાસર એરપોર્ટની કસ્ટમર સર્વિસમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુસાફરોને આપવામાં આવતી સેવાઓમાં વધારો થતાં હીરાસર એરપોર્ટનો કસ્ટમર સેટિફેક્શન ઇન્ડેક્સ 4.75 રહ્યો છે. જે જાન્યુઆરીથી જૂન – 2025 દરમિયાન 4.30 હતો. જેમાં 0.45 નો વધારો થયો છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના કુલ 62 એરપોર્ટ પર આ કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મુસાકરોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા, ચેક-ઇન વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર સહિત કુલ 33 અલગ અલગ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ સર્વેના પરિણામોમાં પ્રથમ ક્રમે ખજુરાહો અને અને ભોપાલ એરપોર્ટનો સમાવેશ થયો છે.



