સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે ભેજનું પ્રમાણ વધતા આજે વહેલી સવારે રાજકોટમાં ઝાકળ પડતા અદ્ભુત વાતાવરણ છવાયું હતું. લોકોએ વહેલી સવારના આ વાતાવરણના બદલાવને માણ્યો હતો.
- Advertisement -
શિયાળાના આગમનની આહટ જોવા મળી હતી. આમ ડબલ ઋતુ વચ્ચે આજે વહેલી સવારે ઝાકળ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું. સાથે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.