ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રૂ.705.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
અટલ સરોવરનું કામ હજુ અધૂરું હોવાથી 1 મેથી ખુલ્લુ મુકાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ધડાધડ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહી છે. આજરોજ 7 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે રૂ.705.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રાજકોટને ભેટ આપવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 100 વર્ષ બાદ રાજકોટને નવા રેસકોર્સની ભેટ તો મળી છે, પરંતુ હજુ પણ તેનું કામ અધૂરું હોવાથી લોકો માટે 1 મેથી ખુલ્લું મુકવામાં આવશે. આ અંગેની જાહેરાત પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ માત્ર ચૂંટણીલક્ષી લોકાર્પણ થતું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ રેસકોર્સનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરાવવા માટે મનપા પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ અધૂરું કામ હોવાથી પીએમઓ દ્વારા અધૂરા કામના લોકાર્પણ અંગે મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે સ્માર્ટ સિટી એરીયામાં ‘અટલ સરોવર’, ‘અમૃત’ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.108.47 કરોડના પાંચ પ્રોજેક્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (જઉંખખજટઢ) હેઠળ ‘રૂડા’નો રૂ.95.14 કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ એમ કુલ રૂ.339.61 કરોડના સાત પ્રોજેક્ટ્સના લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ‘અમૃત’ યોજના હેઠળ મનપાના રૂ. 291.49 કરોડના 22 વિકાસકામો અને જઉંખખજટઢ હેઠળ રૂ.74.32 કરોડના સાંઢીયા પૂલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ આવાસ યોજના ડ્રો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ રૂ. 705.42 કરોડના 30 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તળાવમાં અંદાજે 477 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે.
- Advertisement -
અટલ સરોવર થકી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા-ફરવા તેમજ મનોરંજન માટે એક નવું સ્થળ મળી રહેશે. અટલ સરોવરનું કૂલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી છે. આગામી 1-મેના રોજ ગુજરાત સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટવાસીઓને ફરવાના આ અગત્યના નવા નજરાણાનો લાભ મળતો થશે. રૈયાધાર સ્માર્ટ સિટીમાં નિર્માણ પામેલ 8 ખકઉ ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર ભરી શકાશે. શહેરીજનોને હરવા-ફરવા માટે ઉપલબ્ધ બનનાર અટલ સરોવર બારે માસ પાણીથી ભરેલું રાખી શકાશે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના સંગ્રહથી જ્યારે ઉનાળાના મહિનાઓમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટેડ વોટરથી અટલ સરોવર બારેમાસ ભરેલું રહેશે.
અમૃત મિશન હેઠળ રાજકોટ મનપા દ્વારા કુલ રૂ. 90.41 કરોડના ખર્ચે જેટકો ચોકડીના 50 ખકઉના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઈપલાઈન અને પમ્પિંગ સ્ટેશનના કુલ ચાર પ્રોજેક્ટના લોકાર્પણથી 4.5 લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધાથી આવરી શકાશે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (છઞઉઅ) વિસ્તારમાં 48 ગામોમાંથી 22 ગામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (જઉંખખજટઢ) હેઠળ મળેલ ગ્રાન્ટમાંથી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને તેનાથી અંદાજે 1.50 લાખ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.