માન. મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત
૧૨૬ શહેરોમાંથી માત્ર ૯ શહેરોને ૪ સ્ટાર રેટિંગ: ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી
ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) એ ભારતીય શહેરોમા ટેક્લાયમેટ (આબોહવા)ને લગતા પરિમાણો પરનું પ્રથમ પ્રકારનું શહેર આકારણીનું માળખું છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ (MoHUA) મંત્રાલયે ફેબ્રુઆરી 2019માં તેની શરૂઆત કરી હતી. ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત શહેરોનું તેમની હાલની ક્લાયમેટની પરિસ્થિતિ અને તે અંતર્ગત ક્લાયમેટ રેસિલિઅન્સ માટે શહેરોએ લીધેલા પગલાંઓનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે, જેમાં 126 શહેરોએ ભાગ લીધો હતો. જેમાં ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત રાજકોટ શહેરે 4 સ્ટાર મેળવ્યા છે, ૧૨૬ શહેરોમાંથી માત્ર ૯ શહેરોને ૪ સ્ટાર રેટિંગ તેમજ ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી થયેલ છે, તેમ માન. મેયરશ્રી ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું.
- Advertisement -
પ્રત્યેક શહેરનું નીચે મુજબના 5 થી મેટિક એરિયામાં મૂલ્યાંકન કરવામાં આવેલ છે.
- એનર્જી અને ગ્રીનબિલ્ડીંગ
- અર્બન પ્લાંનિંગ,ગ્રીનકવર અને બાયોડાઇવર્સિટી
- મોબિલિટી અને એરકવોલિટી
- વોટર મેનેજમેન્ટ
- વેસ્ટ મેનેજમેન્ટ
શહેરોને તેમની કામગીરીને આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરને તેની કામગીરીમા ટેક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત 4 સ્ટાર મળેલ છે. જે, જાહેર કરેલ પરિણામોમાં કોઈપણ શહેરને મળેલ સૌથી વધુ રેન્કિંગ છે. રાજકોટએ કરેલ તમામ કામગીરીઓમાંથી શહેરના એનર્જી એફિસિએંટ LED સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો સિટીઝ રેડીનેસરિપોર્ટમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરએ આ મૂલ્યાંકનમાં SDC ફન્ડેડ Capa CITIES પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો.