‘મિસબ્રાન્ડેડ ફૂડ’ જાહેર થતા રામ કૃપા ફૂડ પ્રોડક્ટસને 1.25 અને જલારામ ઘી ડેપોને 1 લાખનો દંડ ફટકારતા એજ્યુડીકેટીંગ ઓફિસર
મનપા દ્વારા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી
- Advertisement -
3 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ભગવતી સેલ્સ એજન્સી’, સહકાર સોસા. મેઇન રોડ, શેરી નં. 2 નો ખૂણો, રાજકોટ મુકામેથી ફ્રેશલીટ બટરનો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ઓલિક એસિડનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ તથા ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરેલ તેમજ લેબલ પર દર્શાવેલ ન હોવાથી નમૂનો “મિસબ્રાન્ડેડ ફૂડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક – રાજુજી ભાણજીભાઈ ચૌહાણ તથા ઉત્પાદક પેઢી -રામ કૃપા ફૂડ પ્રોડક્ટસના માલિક ભાવિન નરેન્દ્રભાઈ કણસાગરાને મળી કુલ રૂ.1,25,000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
જ્યારે ફૂડ વિભાગ દ્વારા ’જલારામ ઘી ડેપો’, વિનાયક નગર ઉદયનગર-1, વિશ્વેશ્વર મંદિરની સામે, મવડી રોડ, રાજકોટ મુકામેથી ’ગાયનું શુધ્ધ ઘી (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા ગુન્હાનું પુનરાવર્તન થયેલ હોય નમુનો આપનાર પેઢીના માલિક બીરેનભાઈ પિયુષભાઈ જોબનપુત્રાને રૂ.1,00,000,/-નો દંડનો હુકમ કરવામાં આવેલો છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 03 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.