બેડી ગામના દંપતિ સહિત સાતની ધરપકડ : બે બાઈક, કાર, રોકડ સહીત 4.43 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામકંડોરણાના યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવી લેનાર ટોળકી અંતે ઝડપાઇ છે રાજકોટની હની ટ્રેપ ટોળકીએ અનેક લોકોને ફસાવ્યા હોય ભોગ બનાનર લોકો પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી છે 7.50 પડાવી લીધાના ગુનામાં પોલીસે બે યુવતી સહિત સાતને ઝડપી લઇ પૂછતાછ કરતા આ ટોળકી એક વર્ષથી કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
જામકંડોરણા પંથકના વેપારીને મેસેજ કરી અને મળવા બોલાવી મહીલા તથા તેની ટોળકી દ્વારા ફરિયાદીને ખોટા કેસમા ફીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારી પાસેથી 7.50 લાખની લૂંટ ચાવી હતી આ હનીટ્રેપ અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી હતી બનાવની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર, જેતપુર એસપી સીમરન ભારદ્રાજ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓને તાત્કાલીક પકડવા આપેલી સુચના અન્વયે જામકંડોરણા પોલીસ મથકના પીઆઈ આર.બી.વાધીયા, એસઓજી પીએસઆઈ પી.બી.મિશ્રા, ધોરાજી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.એન.ત્રિવેદી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ચેક કરી ગુનાનો ભેદ ઉકેલી નાખી આ ગુનામાં સંડોવાયેલ રાજકોટના ખોડિયારપરાના વિપુલ જેઠાભાઇ સુસરા, સવજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા, માનસરોવરના વિશાલ ભીખાભાઇ પરમાર, બેડી ગામના વિજય સિંધાભાઇ જોગડીયા, બેડી ગામની પૂજાબેન ગોપાલભાઈ સિધ્ધપુરા, તેનો પતિ ગોપાલબાઈ ગિરધરભાઈ સિધ્ધપુરા અને જાન્વીબેન મિલનભાઈ પંચોલીની ધરપકડ કરી છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર વિપુલ છે, જે અગાઉ દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલ છે એક વર્ષ પહેલા વિપુલ સુસરાએ પૈસાદાર બનવા ગોપાલનો સંપર્ક કરી આખી ગેંગ તૈયાર કરી હતી જેમાં પૂજા લોકો સાથે વાત કરતી અને જ્યારે મળવા જવાનું થાય ત્યારે જાનવીને મોકલતા હતા બાદમાં ટોળકી ત્રાટકી લોકોને હનીટ્રેપમાં ફસાવતા હતા પોલીસે 80 હજારના બે બાઈક, બે લાખની એક કાર, 50 હજારના 7 મોબાઈલ અને 1.13 લાખ રોકડા સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે.



