બેંગાલુરુ ખાતે યોજાયેલા વર્લ્ડ આર્ટ ફોરમમાં ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરાયા
આર્ટ ઓફ લિવીંગ આશ્રમ બેંગાલુરુ ખાતે શ્રી શ્રી રવીશંકરજીના હસ્તે નાટ્યકાર ભરત યાજ્ઞિકને કલા સારથિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી શ્રીની નિશ્રામાં વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા આયોજિત સમિટમાં સંગીત, નૃત્ય, નાટ્ય, ફિલ્મ અને સાહિત્ય સાથે સંકળાયેલા 28 મહાનુભવો કે જેમણે પોતાનું જીવન કલાને સમર્પિત કર્યું હોય તે લોકોને ‘કલા સારથિ’ એવોર્ડ એનાયત કરાયો. જેમાં સમગ્ર દેશમાંથી નાટ્ય ક્ષેત્રે પાંચ અને ગુજરાતમાંથી એક માત્ર રાજકોટનાં નાટ્યાચાર્ય ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ પ્રજાસતાક દિવસની સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીનાં વરદ હસ્તે એનાયત કરાયો છેલ્લા 70 વર્ષ થી ગુજરાતી-હિન્દી રંગભૂમિ ને સમર્પિત ભરત યાજ્ઞિક એ એમનાં લખેલ – દિગ્દર્શિત – અભિનીત નાટકો દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રયોગો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિને રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં અનન્ય યોગદાન આપ્યું છે.