ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્વચ્છ ભારત મિશન’ અંગે જનજાગૃતિ ફેલાવવા અને જનચેતના જગાવવા માટે ડો. દેવાંગી જીનિયસ મૈયડ દ્વારા તા. 7-3થી તા. 8-3 (ઈન્ટરનેશનલ વુમન્સ ડે)ના રોજ રાજકોટથી દ્વારકા 236 કિ.મી. સાયકલ રાઈડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટથી શહેર ભાજપ અધ્યક્ષ મુકેશ દોશી તેમજ રાજકોટ શહેર મેયર નયનાબેન પેઢડીયા દ્વારા સોલો સાઈકલ રાઈડને લીલીઝંડી આપવામાં આવી હતી. તદુપરાંત કેબિનેટ મંત્રી તથા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ તેમજ ભાજપ- ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પુનમબેન માડમ, ભાનુબેન બાબરીયા, ડો. ભરતભાઈ બોઘરા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, માધવભાઈ દવે, વિજયભાઈ પાડલિયા સહિત ઉપસ્થિત મોટી સંખ્યામાં અન્ય મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.
- Advertisement -
યાત્રા દરમિયાન વિવિધ તાલુકાઓના સ્થાનિક હોદ્દેદારો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી ડો. દેવાંગીનું મનોબળ અને ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રાનું સમાપન દ્વારકાધીશ મંદિર ખાતે ધારાસભ્ય પબુભા માણેક તેમજ જગતમંદિરના પુજારી દુષ્યંતભાઈ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
ડો. દેવાંગીના આ મિશનને ઉચ્ચ સનદી અધિકારી આનંદ પટેલ (રાજકોટ મ્યુનિ. કમિ.), સુરત મ્યુનિ. કમિ. શાલિની અગ્રવાલ દ્વારા ઉત્સાહવર્ધક સરાહના સાથે બિરદાવવામાં આવેલ અને આગામી મિશન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ડો. દેવાંગી પોતાના મિશનમાં સફળ થાય તે માટે વધુ ને વધુ લોકો, એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અધિકારી, ધાર્મિક આગેવાનો, સામાજિક અગ્રણીઓ પણ ઉત્સાહ સાથે જોડાય તે માટે પ્રયત્નો હાથ ધરાશે.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર મહિલા મોરચા અધ્યક્ષ કિરણબેન માકડીયા, સામાજિક અગ્રણી તથા પી.ડી. માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, કોર્પોરેટર અશ્ર્વિનભાઈ પાંભર, ડો. દર્શનાબેન પંડ્યા, બિપીનભાઈ બેરા, વોર્ડ મંત્રી બીનાબેન શુક્લ, વોર્ડ મહિલા મોરચા અધ્યક્ષ રીટાબેન સખિયા, મીરાબેન કોટક તથા ડો. દેવાંગીના તમામ પરિવારજનો પણ હાજર રહ્યા હતા.