કારોબારીના સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ક્યાડાની નિમણૂક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં આજે વિવિધ 8 સમિતિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારીના સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ક્યાડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભાનુબેન ભીખાભાઈ બાબરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે લીલાબેન બટુકભાઈ ઠુમ્મર, અપીલ સમિતિના ચેરમેન તરીકે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દક્ષાબેન પરેશભાઈ રાદડીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કંચનબેન મુકેશભાઈ બગડા, ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલિયાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.
સમિતિના કોંગ્રેસના સભ્યનો સમાવેશ થતા વ્હિપ જાહેર કર્યું
સામાન્ય સભા શરૂ થતા જ વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયાએ વ્હિપ જાહેર કર્યું હતું. કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ગીતાબેન ચાવડા અને મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્ય તરીકે ગીતાબેન ચૌહાણનો સમાવેશ કરતા વ્હિપ જાહેર કર્યું હતું અને સભ્યોને રાજીનામા આપવાનું કહ્યું હતું અને જો સભ્ય વ્હિપનો અનાદર કરશે તો કોંગ્રેસ પાર્ટી સભ્યો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.