ગાંધીનગર ખાતે 27 ઓક્ટોબરથી પ્રારંભ: રાજકોટ 27, 28 અને 29 ઓક્ટોબરે આણંદ, દેવભૂમિ દ્વારકા અને જામનગર સામે મેચ રમશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે તા. 27-10-2025 થી તા. 02-11-2025 દરમિયાન સિનિયર ભાઈઓની ક્વોલિફાઇંગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટની ફૂટબોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના 27 જિલ્લાઓએ ભાગ લીધો છે અને આમાંથી જ ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમનું સિલેક્શન કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટીમ: ટીમમાં અભિજીતસિંહ ચૌહાણ, અંકિત જવલકોટી, દિપ ગોહિલ, દિપ રાજગોર, ધીરેન પડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, હરીશ બિશ્ત, હર્ષલ દાવડા, કર્મજીત બાંભરા, ક્રિષ્ના શાહી, મહેશ સોની, રાજ ચૌહાણ, રિતેશ પંડયા, રોહન કછપ્પ, ઋષી કંટારીયા, સોમીલ ફુલાણી અને સુહેલ પાસા, તેમજ જેડ બ્લોચનો ખેલાડી તરીકે સમાવેશ થાય છે. ટીમના મેનેજર તરીકે રાજેશ ચૌહાણ, કોચ તરીકે જયેશ કનોજીયા અને ફિઝીયો તરીકે અક્ષય ભટ્ટ સેવા આપશે.
રાજકોટની મેચનું સમયપત્રક: રાજકોટનો પ્રથમ મેચ તા. 27-10-2025 ના રોજ આણંદ સામે સવારના 10:30 કલાકે, બીજો મેચ તા. 28-10-2025 ના રોજ દેવભૂમિ દ્વારકા સામે સવારના 10:30 કલાકે અને ત્રીજો મેચ તા. 29-10-2025 ના રોજ જામનગર સામે સવારના 10:30 કલાકે રમાશે. ત્રણેય ગ્રુપમાં ફર્સ્ટ આવનાર ટીમ તા. 31-10-2025 થી તા. 02-11-2025 દરમિયાન સુપર લીગમાં રમશે.
ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો સર્વે ગુણુભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, બી. કે. જાડેજા, મુકેશ બુંદેલા, વિક્રમભાઈ તન્ના, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, રોહિત પંડિત, રાફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા, દિપક યશવંતે, અમૃતલાલ બહુરાશી, મનદીપસિંહ બારડ, અમીત શિયાળીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, અસલમ બ્લોચ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી છે.



