પી.એમ.એ.વાય. યોજના (ગ્રામીણ)માં ૬ માસમાં આવાસ પૂર્ણ થાય તો લાભાર્થીને રૂ.૨૦ હજારની વધારાની પ્રોત્સાહક સહાય મળશે.
રાજકોટ: મકાન વિહોણા પરિવારોને આવાસ આપવાની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અમલવારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લામાં થઈ રહી છે.
- Advertisement -
પીએમએવાય યોજના હેઠળ લાભાર્થીને રૂ ૧.૨૦ લાખની સહાય મળવાપાત્ર છે .જેમાં ઓછામાં ઓછું ૨૫ ચો.મી મકાન બાંધવું અનિવાર્ય છે .બેંક તરફથી રૂ.૭૦ હજારની મર્યાદામાં લોન મળવા પાત્ર છે .આ યોજનામાં લોન કેસમાં દર વર્ષે રૂપિયા ૪૦૦૦ લેખે પાંચ વર્ષ વ્યાજ સહાય પણ મળવાપાત્ર છે .લાભાર્થી છ માસમાં આવાસ પૂર્ણ કરે તો તેમને રૂપિયા ૨૦ હજારની વધારાની પ્રોત્સાહક સહાય મળવાપાત્ર છે.
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને યોજનાનો લાભ મળે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ કામગીરી શરૂ કરે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.