‘‘આયુષ્માન ભવ’’ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં તમામ 12 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 9 અર્બન કેર સેન્ટરો, 347 સબ સેન્ટર અને તેમના સેજાના 611 ગામોમાં અને નગરપાલિકા વિસ્તારમાં 9 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ ‘‘આભા’’ કાર્ડ એટલે કે ‘‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’’માં મેડિકલ હિસ્ટ્રી આ કાર્ડમાં સાચવવામાં આવે છે. આ કાર્ડ પરથી યોગ્ય નિદાન કરી શકાય તે માટે ‘‘આભા’’ કાર્ડ કાઢવાની કામગીરીમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના ડિજિટલ મિશનના ભાગરૂપે ભારત ડિજિટલ હેલ્થ મિશન (આભા) અંતર્ગત જે નાગરીક પાસે આયુષ્માન કાર્ડ હોય તેવા વ્યકિતના તમામ મેડિકલ રેકોડર્સ સરળતાથી સાચવી તેમજ શેર કરી શકાય છે. આ સેવાના લાભ છેવાડાના લોકોને મળી રહે તેવા હેતુ સાથે રાજકોટ જિલ્લાના ઉકત તમામ હૅલ્થ ફેસેલીટી સેન્ટર પર ‘‘આભા’’ કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહે છે. હાલ રાજકોટ જિલ્લામાં કુલ 15 લાખ થી વધુ આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.
જીલ્લા આરોગ્ય અધિકારી નીલેશ રાઠોડના જણાવ્યા મુજબ ‘‘આભા’’ કાર્ડની કામગીરી માટે કાર્યરત આરોગ્યની ટીમોમાં જિલ્લાના તમામ મેડિકલ ઓફિસરઓ, સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ.,એમ.પી.એસ.ડબલ્યુ તેમજ આશા બહેનો ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે- ઘરે જઈને આભા કાર્ડ બનાવી આપે છે.