ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ જજ આર. ટી. વાછાણી એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓની મુલાકાતે આવ્યા હતા. એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓ માટે વિનામૂલ્યે ચાલતી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ નિહાળીને જજ મંત્રમુગ્ધ થયા હતા. ચીફ જસ્ટીફ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડના વરદહસ્તે રાજકોટ સ્થિતિ નવી કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. જે ભારત ઈતિહાસની સૌ પ્રથમ એવી ઘટના હતી કે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા કોઈ જિલ્લા કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હોય અને તેમની હાજરીમાં મનોદિવ્યાંગ દીકરીઓ પોતાના સ્વમુખે સરસ્વતી વંદના કરતા હોય. એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓે પોતાના સ્વરે કંઠસ્થ કરેલી સરસ્વતી વંદના ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.
જે બદલ ડો. જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ, ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ, ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટી, ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓને પ્રોત્સાહનરૂપે મ્યુઝિકલ ઈન્સ્ટ્રમેન્ટ (બ્લ્યુટુથ મ્યુઝિક સિસ્ટમ) ભેટ આપવા માટે રાજકોટ જિલ્લા કોર્ટના જજ આર. ટી. વાછાણી એકરંગ સંસ્થાની મુલાકાતે રૂબરૂ આવી 200 વોટનું મલ્ટીફંકશનવાળુ સ્પીકર ભેટમાં આપવામાં આવ્યું હતું, જે પ્રસંગે એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓ માટેની નિ:શુલ્કપણે અપ્રતિમ સેવા બદલ દિપીકાબેન પ્રજાપતિને જ્યુડીસીયરી તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
એકરંગ સંસ્થાની મુલાકાતે રાજકોટ ડિસ્ટ્રિકટ જજ આર.ટી.વાછાણી: વિનામૂલ્યે ચાલતી પ્રવૃત્તિઓ નિહાળી
