અધિકારીઓ અને કલેકટર કચેરીના સ્ટાફે વિદાય લેતા કલેકટર અને નવનિયુકત કલેકટરને પાઠવેલ હૂફાળું બહુમાન
- Advertisement -
રાજકોટ ખાતેથી વિદાય લેતા કલેકટરશ્રી રેમ્યા મોહનને ઉષ્માસભર વિદાયમાન અપાયું હતું. અને તેમના સ્થાને આવેલા કલેકટર અરૂણકુમાર બાબુને માનભર્યો આવકાર પાઠવવામાં આવ્યો હતો.
- Advertisement -
કેપ્ટન જયદેવ જોષી તથા એકસ આર્મીમેનના જૂથે બેન્ડના સથવારે કલેકટરશ્રી રેમ્યા મોહનને વિદાય આપી હતી. નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારીઓશ્રી ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઇ અને સિધ્ધાર્થ ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, પુરવઠા અધિકારી પુજા બાવડા, ચૂંટણી અધિકારી ધાધલ, તથા કલેકટર કચેરીના સમગ્ર સ્ટાફે રેમ્યા મોહનને ફૂલો અને રંગબેરંગી ફુગ્ગાઓથી વિદાય આપી હતી. અને નવા વરાયેલા કલેકટર અરૂણકુમાર બાબુને તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યા હતા.
અરૂણકુમારે આજે રેમ્યા મોહન પાસેથી રાજકોટ કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અને રાજકોટના વિકાસ માટેના તમામ કામોને પ્રથમ પ્રથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.