ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ખાતે સહકારી ક્ષેત્રના સહકારી ભંડારોમાં શિરમોર સમી સંસ્થા રાજકોટની સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લિ. અપના બજારના 61માં વર્ષના મંગલ પ્રસંગે આ સંસ્થાને માર્ગદર્શિત કરનારા સેવાભાવી ડિરેકટરોને સન્માનિત કરવાનો વડીલ વંદના કાર્યક્રમ રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ સંસ્થામાં પૂર્વ ડિરેકટરપદે રહી સંસ્થાના વિકાસને મેં નજીકથી જાણ્યું છે. મારા ઘડતરમાં આ સંસ્થાનો સવિશેષ ફાળો રહ્યો છે. જેને હું મારું સદ્ભાગ્ય માનું છું.
અતિથિવિશેષ તરીકે કલ્પકભાઈ મણિયારે સંસ્થાની પ્રવૃત્તિના તડકા-છાંયાના સવિસ્તાર ચિતાર રજૂ કર્યો હતો. સ્વ. અરવિંદભાઈ મણિયારના આ સંસ્થાના વિકાસમાં આપેલા યોગદાન અવિસ્મરણીય રહેશે. સંસ્થાના પૂર્વ ડિરેકટર શિવલાલભાઈ વેકરીયા માજી સાંસદ, જીતુભાઈ શાહ, ઉમેદભાઈ જરીયા, હમીરભાઈ ચાવડા, શરદભાઈ વોરા, ત્રિલોકભાઈ ઠાકર, વિનોદભાઈ રાજદેવ, નિસર્ગભાઈ ધામેલીયા, વર્તમાન ડિરેકટર મહેન્દ્રભાઈ શેઠ (બાલુભાઈ શેઠ), નટુભાઈ ચાવડા, અરવિંદભાઈ સોજીત્રા, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, ફુલાભાઈ શીંગાળા, જયંતભાઈ ધોળકીયા, દીપકભાઈ ચાવડા, ડો. જીજ્ઞાબેન પટેલ, ભાગ્યેશભાઈ વોરા વિગેરેને સંસ્થાના ચેરમેન વિક્રમસિંહ પરમારે શિલ્ડ સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા યુવા ડિરેકટર ભાગ્યેશભાઈ વોરા અને એક્ઝિ. ઓફિસર નરેશભાઈ શુક્લ તથા અપના બજાર કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.