ઉપલેટા તાલુકાના સાતવડી-વાલાસણ રોડના કામોને મંજુરી મળતા રાજકોટ જીલ્લા ભાજપા આવકારે છે.
- રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ ઉપલેટા તાલુકાના સાતવડી, વાલાસણા રોડ નોનપ્લાન રોડના કામો બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરીને ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી.સરકાર એ તાત્કાલિકના ધોરણે નોનપ્લાન રોડના કામો અંગેની મંજુરી આપતા રાજકોટ જીલ્લા ભાજપાના આગેવાનોએ આવકારીને માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.



- ઉપરોક્ત સાતવડી-વાલાસણ રોડના કામોની મંજુરી મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. સરકારના લોકકલ્યાણલક્ષી અભિગમને અને ઝડપી નિર્ણયને આવકારેલ છે.





