ભાજપા સરકારે ગરીબ, વંચિત, અંત્યોદય અને છેવાડાના માવનીને શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાકીય સુવિધાઓને પ્રાયોરીટી આપી છે : વિક્રમભાઈ ચૌહાણ
પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના સિદ્ધાંતોને સાથે રાખીને ચાલતી પાર્ટી છે : મનસુખભાઈ ખાચરીયા
સૌના સાથ, સૌના વિકાસ સાથે સરકાર છેવાડાના માનવીનું જીવન બહેતર બનાવા કટિબદ્ધ છે : મનોજ રાઠોડ
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ અનુ.જાતી મોરચાના અધ્યક્ષ ડો.પ્રદ્યુમનભાઈ વાંઝાની સુચના અનુસાર અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ જીલ્લા અનુ.જાતી મોરચાના અધ્યક્ષ મનોજભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને અનુ.જાતિ મોરચાની પ્રથમ કારોબારી બેઠક જીલ્લા ભાજપા કાર્યાલય “કમલમ” ખાતે યોજાઈ હતી. આ બેઠકના મુખ્ય અતિથી ગુજરાત પ્રદેશ ભાજપાના અનુ.જાતી મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ તથા ગુ.પ્ર.અનુ.જાતિ મોરચા કાર્યાલય મંત્રી અરવિંદભાઈ કરપરાજી તથા રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા અનુ.જાતી મોરચાના મહામંત્રી લાલજીભાઈ આઠું, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નરોત્તમભાઈ પરમાર, મોરચા ઉપપ્રમુખ વજુભાઇ મકવાણા, અશોકભાઈ બાથવાર, મુકેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ લધા, જિલ્લા મોરચા મંત્રી હિરેનભાઈ દાફડા, કાનજીભાઈ પરમાર, ભરતભાઇ લુણશિયા, કિશોરભાઈ જેઠવા, કોષાધ્યક્ષ ગૌરીબેન પરમાર, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, ગોંડલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ભણજીભાઈ સોલંકી, લોધિકા તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગીતાબેન, જિલ્લાના આગેવાન ખીમજીભાઈ બગડા, બાલુભાઈ વિંઝુડા, ગીરીશભાઈ પરમાર, ગોંડલ તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ રાઠોડ, જિલ્લા કારોબારી સદસ્ય જયાબેન સોલંકી, સોંરાષ્ટ્ર જોન મીડિયાપ્રભારી ભરતભાઇ બગડા, પ્રદેશ કારોબારી સભ્ય તુષાર સૌંદરવા, જલ્પેશ વાઘેલા, મનહરભાઈ બાબરિયા તથા જીલ્લા અનુ.જાતી મોરચાના હોદેદારો, દરેક મંડલના પ્રમુખ/મહામંત્રીઓ સહીતના બહોળી સંખ્યામાં અનુ.જાતી મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા અનુ.જાતી મોરચાની પ્રથમ કારોબારી પ્રથમ બેઠકને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપા અનુ.જાતી મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણએ સંગઠન અને સરકાર એ કરેલા વિકાસકાયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશના વિકાસપુરુષ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સરકાર એ અનેકવિધ યોજનાઓ થકી માનવ ઉત્કર્ષના કાર્યો કર્યા છે. જેમાં ગરીબ, વંચિત, અંત્યોદય અને છેવાડાના માનવીને શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાકીય સુવિધાઓને પ્રાયોરીટી આપીને ગરીબલક્ષી સેવાઓને પ્રાથમિકતા આપવાનો ભાજપા સરકારે દ્રઢ નિર્ધાર વ્યક્ત કરીને છેવાડાના માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આવ્યું છે.
ભાજપા સરકારે પછાત વિસ્તારોમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઔષધાલયનો પ્રારંભ કરીને ગરીબો, શ્રમિકો અને શ્રમજીવીઓને વિનામુલ્યે તબીબી સેવાઓ પૂરી પાડી છે. ઉપરાંત હકારાત્મક અભિગમો રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સરવેની કામગીરી હાથ ધરાશે કોઇપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત રહી ન જાય તે માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, ભાજપા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના સંસ્કારો અને તેમના વિચારોથી ચાલતી પાર્ટી છે. પંડિત દિનદયાળજીએ અંત્યોદય દ્વારા છેવાડાના માનવીના વિકાસની સાથે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવાની વાત કરી છે. તે વાત અને તેમના વિચારોને લઈને ભાજપા દલિતલક્ષી કાર્યક્રમો થકી દલિતોના ઉત્થાનની સતત ચિંતા કરતા હોય છે. ભાજપા સરકારે અનુ.જાતીના વિકાસ માટે અનેકવિધ સહાયોની યોજનાઓ બનાવી છે. તેમજ શૈક્ષણિક, સામાજીક અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ પણ વિકાસ કર્યો છે. ભાજપએ સર્વ સમાજનો સમરસ વિકાસ કરીને છેવાડાના માનવીને ખુબ સુખી કર્યા છે. ભાજપાએ કરેલા વિકાસકાર્યોને પ્રજા સુધી પહોચાડી ભાજપાને મજબુત બનાવવા કટિબદ્ધ બનીએ તેવા સંકલ્પ કરાવ્યા હતા.
- Advertisement -
આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડએ ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ તથા પ્રદેશના આગેવાનોનું ફૂલહાર તથા શબ્દોથી સ્વાગત કરતા જણાવ્યું હતું કે,ભાજપા સરકારે અનુ.જાતીના લોકો માટે અનેકવિધ યોજનાઓ થકી સમાજની પ્રગતી કરી છે. અનુ.જાતીના લોકો બાધકામના ક્ષેત્રોમાં શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના તેમજ ભાજપા સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજના, અંત્યોદય યોજના, મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન, માં વાસ્ત્સલ્ય અને માં અમૃતમ યોજના થકી છેવાડાના માનવીને અનેકવિધ સહાયો આપીને ભાજપા સરકારે સૌના સાથ સૌના વિકાસ સાથે અનુ.જાતીના લોકોનું જીવન ધોરણ ઉંચું લાવ્યા છે અને સરકાર તમામ ક્ષેત્રે જીવન બહેતર બનાવવા કટિબદ્ધ છે.
પ્રદેશ અનુ.જાતી મોરચાના કાર્યાલયમંત્રી અરવિંદભાઈ કટપરાજી, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા પ્રભારી ભરતભાઈ બગડા, પ્રદેશ કારોબારી સભ્ય તુષારભાઈ સોંદરવા, રાજકોટ જીલ્લા અનુ.જાતી મોરચા મહામંત્રી લાલજીભાઈ આઠું તથા જલ્પેશભાઈ વાઘેલાએ આગામી કાર્યક્રમો તેમજ સરકાર તરફથી મળતી સહાય તેમજ મોરચાના સંગઠન તથા મોરચા દ્વારા થયેલા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકનું સંચાલન જીલ્લા અનુ.જાતી મોરચાના મહામંત્રી લાલજીભાઈ આઠુંએ કર્યું હતું. આભારવિધિ જીલ્લા અનુ.જાતી મોરચા મંત્રી હિરેનભાઈ દાફડાએ કરી હતી.
આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણ નિર્મળે જણાવ્યું હતું.



