નગરપાલિકાની ટિકિટો રૂપિયા આપીને વહેંચી હોવાનો રવિ માકડીયા સામે આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ અને ભાજપે જંગી બહુમતી મેળવી સત્તા મેળવી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવતો દેખાયો છે જેમાં ઉપલેટા શહેરના ભાજપના મહામંત્રી રવિ માકડીયાના વિરોધમાં એક પત્રિકા છેલ્લા અંદાજિત એક અઠવાડિયાથી સોશ્યલ મીડિયામાં ફરતી થયેલ છે. આ પત્રિકામાં રવિ માકડિયાએ ‘ઉપલેટા નગરપાલિકાના સભ્યોની ટિકિટ વહેચણી વખતે ટિકિટો વેચવાનો અને રૂપીયા લઇ ભ્રષ્ટાચાર કર્યાનું દર્શાવાયું છે. રવિ માકડીયા કડવા પાટીદાર હોય કડવા પાટીદારના એક પ્રતિષ્ઠિત ડોક્ટરની પુત્રવધુને પૈસાદાર વિધર્મી સાથે ભગાડવામાં પણ ઉપયોગી થયાની વાત પણ દર્શાવવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળમાં આ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયાની દુકાન પોલીસ સ્ટેશનની સામે હતી અને ત્યાંથી તેઓ પોલીસ અને ગુનેગારો વચ્ચે સેટલમેન્ટ કરાવી આપવાના પૈસા લેતા હતા અને અપાવતા તેવું પણ પાત્રમાં ઉલ્લેખ છે. ત્યારે જાણવા મળ્યા મુજબ રવિ માકડીયા પોતાની બદનામીથી બચવા આ અનામી પત્રિકા છાપનાર સામે કાર્યવાહી કરાવવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલ હોવાની અને કેવી કરાવવા માટે ગયેલ હોવાની પણ માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
આ વ્યક્તિ ઉપલેટા-ધોરાજી વિસ્તારમા તમામ ખનીજ માફીયાઓ સાથે જોડાયેલ છે. અને ભાગીદારી ધરાવે છે. ભા.જ.પ. પક્ષના મહામંત્રીના પદનો આર્થીક લાભ ઉઠાવા ભરપુર દુરઉપયોગ કરે છે. જેના કારણે પક્ષને નુકશાની થાય છે. તેમજ આ વ્યકતીએ ડુમિયાણી તાલુકા પંચાયતની યોજાયેલ પેટા ચુંટણીમા ભા.જ.5.ના સતાવાર ઉમેદવાર વિરુધ્ધ કામ કરેલ છે. અને કોંગ્રેસના મુસ્લીમ ઉમેદવારને જીતાડવામા પુરેપુરી મદદ કરેલ છે. આ મુસ્લીમ મતદારને જીતાડવા માટેનુ એક માત્ર કારણ એ છે કે, ડુમીયાણી સીટમા આવતા ત્રણેય ગામો ભાદર નદીના કાઠે આવેલા છે અને ત્યાં આ વ્યકતીની રેતીની લીઝ આવેલ હોય, જેથી તેને ખુશ રાખવા મદદ કરેલ છે. જીલ્લા ભા.જ.પ. મહામંત્રી રવી માકડીયાએ સતાનો દુરઉપયોગ કરેલ છે, પક્ષ વિરોધી પ્રવૃતી કરેલ છે. જેનો ભુતકાળ અસામાજીક પ્રવૃતીથી ખરડાયેલ છે. ભાજપના ગ્રુપમાં વાયરલ થયેલ પત્રિકાને લઈને વારાફરતી વારા પોલીસ બધાને બોલાવી રહી હતી અને તપાસ કરી રહી હોવાનું ભાજપ સૂત્રો દ્વારા ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે.