ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે ઇ-મેઇલના માધ્યમથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજાણ્યા શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના પગલે રાજકોટના બોમ્બ સ્કોડ દ્વારા તાત્કાલીક ધોરણે કોર્ટમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે અંતે મોકડ્રીલ જાહેર કરતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ 2025ના રોજ રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક અજાણ્યા શખ્સ દ્વારા ઇમેઇલના માધ્યમથી આપવામાં આવી હતી. આ ધમકીને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચીને તપાસ શરૂ કરી હતી. જો કે તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. અંતે મોકડ્રીલ જાહેર કરતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.