સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી થઇ રહી છે, શહેરમાં ગંદકી ફેલાવતા મનપા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જે અનુસંધાને આજે તા. ૦૧-૧૦-૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
શહેરમાં વોર્ડ નં. ૧૩ માં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો, જેની સામે મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે હોસ્પિટલ પાસેથી રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા અને એસ.એસ.આઈ.શ્રી વિશાલ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.