ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
બનાવની વિગત જોઈએ તો, રાજકોટના દિવ્યેશ કાંતિલાલ કનેરીયા, કાંતિલાલ લક્ષ્મણભાઈ કનેરીયા, શારદાબેન કાંતિલાલ કનેરીયા, પારસ રમેશભાઈ કનેરીયા, વિમાલભાઈ અમૃતભાઈ કનેરીયા. રિશૈલેશકુમાર વાસુદેવ મેહતા. અશ્વિનભાઈ ચંદુભાઈ સુંભણા વિરુદ્ધ દિવ્યેશ કાંતિલાલ કનેરીયા પત્ની દ્વારા રાજકોટ માલવીયાનગર પો. સ્ટે. ખાતે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યા અંગેની ફરીયાદ કરવામાં આવી છે. જે ફરીયાદના અનુસંધાને ઉપરોક્ત તમામ સામે ઈ.પી.કો. 406, 420, 114 મુજબનો ગુન્હો નોંધવામાં આવેલો હતો. ફરીયાદીએ પોતાની ફરીયાદમાં આરોપી દિવ્યેશ કાંતિલાલ કનેરીયાએ પોતાની જાણ બહાર લગ્નના કાગળોમાં સહી કરાવેલી તથા બદનામ કરવાના ઇરાદાથી રાજીખુશી લગ્ન કર્યા અંગેની ખબર અખબારમાં પ્રસિદ્ધ કરાવેલી અને તેણીના માતાપિતા પાસેથી મોટી રોકડ તથા મોટા પ્રમાણમાં કરિયાવર લીધા અંગેની ફરીયાદ કરાયેલી હતી. જેમાં દિવ્યેશને અન્ય તમામ આરપીઓએ મદદ કર્યાનું જણાવેલું હતું.
ફરીયાદ સબબનો કેસ રાજકોટના ચીફ જ્યુડી. મેજી સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ તરફે એડવોકેટ કમલેશ.જી.ગઢવી હાજર થયા હતા. એડવોકેટ કમલેશ.જી.ગઢવી દ્વારા આરોપીઓને બચવામાં સચોટ, ધારદાર અને તર્કબદ્ધ દલીલ કરવામાં આવી હતી. આરોપીના એડવોકેટની દલીલોને ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાંઆવ્યોહતો. આ કેસ તમામ આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ કમલેશ.જી.ગઢવી તથા સહાયક તરીકે ધાર્મિક મકવાણા રોકાયેલા હતા.