કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિમી દૂર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધ્રૂજી ઊઠી હતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.
જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે.
- Advertisement -
ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. હળવા ભૂકંપથી ક્યાંય કોઈ નુકસાનીના કોઈ વાવડ મળ્યા નથી.
ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ધરા ધ્રૂજતા જ ગોંડલમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો વીરપુર સહિતના વિસ્તારોમાં પણ લોકો ધરા ધ્રૂજતા ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે 10 વાગ્યા બાદ લોકો કામ-ધંધે લાગ્યા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.