ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે “મારૂ બુથ – મારૂ ગૌરવ” અને બુથદીઠના કાર્યકર્તાઓને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી સંબોધિત કરવાના છે આજરોજ 5 મી સપ્ટેમ્બરના સોમવારના રોજ સવારે 11:00 કલાકે રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસના વિવિધ ફ્રન્ટલ-સેલ, વિભાગના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, વોર્ડના બુથ સ્તરના કાર્યકરો , સેક્ટર સંયોજકો અને જનમિત્રો સાથે રાહુલ ગાંધી “મારું બુથ – મારૂ ગૌરવ” અને બુથદીઠના કાર્યકર્તાઓને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મહેશભાઈ રાજપુત ની આગેવાનીમાં અમદાવાદ ખાતે ઉત્સાહ પૂર્વક જોડાતા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ઓબોસી વિભાગ ચેરમેન હાર્દિપ રાજપુત, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠિયા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી,વોર્ડ નં7 પ્રમુખ જીજ્ઞેશભાઈ ડોડીયા, વોર્ડ નં8 પ્રમુખ પાર્થ બગડા, કોંગ્રેસ આગેવાનો- હોદ્દેદારો કિશોરભાઈ મકવાણા, અરવિંદભાઈ મૂછડીયા, કરશનભાઈ મૂછડીયા, જગદીશભાઈ સાગઠિયા, ગેલાભાઈ મૂછડીયા, શાંતાબેન મકવાણા, સહિતના અનેક આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં અમદાવાદ ખાતે જવા રવાના થયા છે તેવુ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.
બુથ સંમેલનમાં રાજકોટના કોંગ્રેસ કાર્યકરો મહેશ રાજપૂતની આગેવાનીમાં જોડાયા



