હાલમાં ચાલી રહેલી એસ.ટી. વિભાગ દ્વારા કંડકટરની ભરતી માટે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમનું પ્રમાણપત્ર માત્ર રેડ ક્રોસ સંસ્થા જ પ્રમાણિત કરી શકે છે. રેડ ક્રોસની તમામ બેન્ચ હાલ ફુલ હોવાથી પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની મેડિકલ ટીમ દ્વારા નવા 1000 થી વધારે પ્રતીક્ષારત ઉમેદવારોની તબીબી તપાસ કરી દેવામાં આવશે.
15 ઓગષ્ટના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી નિમિત્તે વિકાસ કામો અંતર્ગત કલેક્ટર પ્રભવ જોષીના હસ્તે પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. જેને લીધે પી. ડી. યુ હોસ્પિટલના દર્દીઓની સુવિધામાં ઉમેરો થયો છે, આ સમગ્ર કામગીરી માટે પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના તબીબી અધ્યક્ષ ડો.આર.એસ.ત્રિવેદી તથા તેમના સ્ટાફ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો છે તેમ તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.