ન્યારામાં અદ્યતન જેલના નિર્માણ આડેના અવરોધો દૂર
હાલની જેલમાં 1230ની ક્ષમતા સામે 2300 કેદીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટના જામનગર રોડ પર અદ્યતન જેલનું નિર્માણ કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે 60 એકર જમીનનો કબજો નાયબ જેલ અધિક્ષક પરમારને સોપી દેવામાં આવેલ હતો. ન્યારા પાસે સર્વે નં. 200 પૈકીની આ જમીનના કબજાની સોંપણી કરવામાં આવી હતી. પડધરીના મામલતદાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે, ન્યારા પાસે નવી અદ્યતન જેલનું નિર્માણ કરવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા 60 એકર જમીનનો કબજો સોંપી દેવાતા આ અદ્યતન જેલના નિર્માણ આડેના તમામ અવરોધો દુર થવા પામેલ છે. રાજકોટની સેન્ટ્રલ જેલમાં 1230 કેદીઓની ક્ષમતા છે.
તેની સામે 2,300 જેટલા કેદીઓ આ જેલમાં રાખવામાં આવેલ છે. સેન્ટ્રલ જેલ કેદીઓને રાખવામાં ટુંકી પડતી હોય જામનગર રોડ પર નવી જેલનું નિર્માણ કરવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરી દેવામાં આવેલ હતું. જેમાં આજે ન્યારા નજીક આ જેલના નિર્માણ માટે 60 એકર જમીનનો કબજો નાયબ જેલ અધિક્ષક પરમારને સોંપી દેવામાં આવતા ન્યારા પાસે હવે 2,500 કેદીઓની ક્ષમતા ધરાવતી અદ્યતન જેલનું નિર્માણ હાથ ધરવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા અને પાકા કામના કેદી ભાઇઓ-બહેનોને રાખવા માટેની જગ્યા ટૂંકી પડી રહી છે. જે માટે 1 વર્ષ પહેલા જમીનની માંગણી કરવામા આવી હતી, પરંતુ જમીનનો કબજો મળ્યો ન હતો. ન્યારા પાસે અદ્યતન જેલનુ નિર્માણ થશે. જે રાજકોટ શહેરથી 13 કિલોમીટર દૂર હશે. જોકે હવે જમીનનો કબજો સોંપવામાં આવતા અદ્યતન જેલના નિર્માણની કામગીરી શરૂ થશે.



