તહેવારો દરમિયાન ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન
સિવિલમાં તમામ વડાઓને સ્ટાફ હાજર રાખવા અને જરૂર પડ્યે તાત્કાલિક હાજર થવા આદેશ, સ્કિન વિભાગ પર સૌથી વધુ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારને લઈને આખા શહેરમાં માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરી રહ્યા છે અને ધનતેરસથી જ ફટાકડા ફોડવાના શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ હશે પણ હોસ્પિટલ, ફાયર શાખા, પોલીસ એવા વિભાગો છે જ્યાં દિવાળીમાં તહેવાર પર રજા નહિ પણ વધુ સાવધ રહેવાનો સમય હોય છે અને પહેલા કરતા પણ વધુ સ્ટાફ તૈનાત કરવો પડે છે. દિવાળીમાં કોર્પોરેટ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલમાં મોટાભાગે રજા હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધે છે.
આ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે.સિવિલ હોસ્પિટલની તૈયારી વિશે તબીબી અધિક્ષક જણાવ્યું હતું કે તમામ વિભાગના વડા અને આરએમઓને જણાવ્યું હતું કે દિવાળીને લઈને સ્ટેન્ડ ટુ રહેવાની તૈયારી રાખવાની છે. સ્ટાફ કોણ હાજર રહેશે તેની યાદી તેમજ સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. દવાઓનો જથ્થો તૈયાર રાખવા કહેવાયું છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેથી તે વિભાગ દ્વારા 100 બેડ એક્સ્ટ્રા તૈયાર કરવામાં આવેલા છે.
દિવાળી પહેલાં જ બેડ અને દવાઓની પૂરતી વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરેક વિભાગમાં બેડ અને દવાઓની વ્યવસ્થા દિવાળી પહેલાં જ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે વધુ પડતા દાજી જવાના કેસ દિવાળી દરમિયાન સામે આવે છે. તથા અકસ્માતમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હોય તેવા દર્દીઓ સેન્ટરમાં સારવારથી આવે છે. જ્યાં તમને પૂરતી તમામ સારવાર આપવામાં આવશે અને દિવાળી દરમિયાન એક પણ દિવસ તેવું નહીં બને કે તબિયત કે રાજા હોવાથી દર્દીઓની સારવારમાં વિલંબ થયો છે. કારણ કે કોઈ પણ તહેવાર હોય કે કોઈપણ પરિસ્થિતિ હોય તબીબો પોતાની ફરજ ચૂકતા નથી તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ જણાવ્યું હતું.



