હસમુખભાઈ જસાણીનું નિધન થતા પરિવાર દ્વારા અંગોનું પણ દાન કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
તા.14 રક્તદાન, અંગદાન, દેહદાન અને ત્વચાદાન અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેથી, આ બાબતે સકારાત્મક પ્રતિસાદના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલને વધુ એક ત્વચાદાન મળ્યું છે. તા.6 મેના રોજ રાજકોટમાં રહેતા હસમુખભાઈ તુલસીદાસભાઈ જસાણી નિધન પામ્યા હતા. જસાણી પરિવાર દ્વારા સદગતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
તેમણે કરેલા સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે. તેમજ ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગ કરી શકાશે. તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રયત્નશીલ છે, તેમ યાદીમાં જણાવાયું છે.