5 દિવસમાં 9631 OPD કેસ નોંધાયા, 462 ઓપરેશન સફળતાપૂર્વક કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ખાનગી હોસ્પિટલો બંધ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે ખડેપગે રહીને દર્દીઓની સેવા કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલી માકડિયાના માર્ગદર્શન હેઠળ તહેવારો દરમિયાન પૂરતો મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ પણ દર્દી સારવાર વિના પરત ફર્યો ન હતો.રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 1,600થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ છે અને 270થી વધુ ડોકટરો તથા 1,080 જેટલા નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા સેવા અને આંકડાઓ
ઘઙઉ અને દાખલ દર્દીઓ: તા. 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ, 2025 સુધીના પાંચ દિવસના ટૂંકા ગાળામાં કુલ 9,631 OPD કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં 1,620 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તહેવારોના અંત બાદ, 18 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં 4,372 ઘઙઉ કેસ નોંધાયા હતા, જે દર્દીઓના ભારે ભારણનો પુરાવો આપે છે.
ઓપરેશન: તહેવારોના દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 462 ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા, જેમાં 140 મેજર અને 322 માઇનોર ઓપરેશનનો સમાવેશ થાય છે.
સ્ટાફની તકેદારી: 15મી ઓગસ્ટની રજા સિવાય પણ ઘઙઉ સેવા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી હતી. ઉપરાંત, ઇમરજન્સી સેવા 24 કલાક અવિરતપણે કાર્યરત રહી હતી. ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સતત દર્દીઓની સેવામાં રહ્યા હતા, જેના કારણે એક પણ દર્દીને સારવારમાં વિલંબ થયો ન હતો કે એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી.



