રાજકોટ શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અમિત બોરીચાની આવતીકાલ તા.૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ જન્મ દિવસ છે તેઓ ૩૨ મા વર્ષમા પ્રવેશ કરી રહયા છે. મામા રાજુભાઈ બોરીચાની આંગળી પકડીને ૨૦૦૫માં નાની વયે જ ભાજપ સાથે જોડાઈને ૨૦૦૮થી ૨૦૧૦ સુધી બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે, ૨૦૧૦ થી ૨૦૧૨ સુધી શહેર યુવા મોરચાના મંત્રી બન્યા ત્યાર બાદ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ઉપપ્રમુખ અને બીજી ટર્મ ૨૦૧૬થી ઉપપ્રમુખ તરીકેની જવાબદારી હાલમાં સફળતા પૂર્વક સંભાળી રહયા છે.
પોલીસ પરિવારમાંથી આવતા અમિત બોરીચા ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ નવરાત્રી ઉત્સવ પોતાના શ્રી યદુનંદન યુવા ગૃપના માધ્યમથી ઉજવે છે. તેઓ જયોતિ ક્લબના મેમ્બર, પોલીસ પરીવાર ન્યાય સંધર્ષ સમિતિ, સોમનાથ ટ્રસ્ટમા પણ મેમ્બર છે આજે ૨૫ જુલાઈના રોજ તેમના જન્મ દિવસ નિમિતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાન્ની, પ્રદેશ ભાજપ આગેવાન નિતિનભાઈ ભારદ્વાજ, શહેર પ્રમુખ મલેશભાઈ મીરાણી, મામા પૂર્વ કોર્પોરેટર તથા હાલ વિધાનસભા – ૭૧ ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, રાજકોટના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, પૃથ્વીસિંહ વાળા, વોર્ડ નં. ૧૧ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સંજયભાઈ બોરીચા, ભાજપ યુવા અગ્રણી તથા મવડી પ્લોટ વેપારી એશોશીએશના પ્રમુખ વૈભવભાઈ બોરીચા તથા વિશાળ મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે. તેમનો મો. નં. ૯૯૦૪૪૦૦૮૦ છે.


