ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા પી.આઈ જે.એમ.કૈલા,ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના તમામ સ્પા સંચાલકો સાથે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પા સંચાલકોને પોતાના સ્પામાં કામ કરતા તમામ કર્મચારીઓની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં સમયસર કરાવવા સુચનાઓ આપવામાં આવી તેમજ પોતાના સ્પામાં ડ્રગ્સને લગતી તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે તકેદારી રાખવા સુચના આપી તથા આવી પ્રવૃતિઓ વિરૂઘ્ધની વિવિધ કાયદાકીય જોગવાઇ અંગે સમજ કરવામાં આવી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરીની સુચના અન્વયે ડીસીપી ક્રાઈમ અને સ્પેશ્યલ બ્રાન્ચના ડો.પાર્થરાજસિંહ ગોહિલના અધ્યક્ષતા યોજયેલ આ મીટીંગમાં એસ. ઓ.જી શાખાના પી.આઈ જે.એમ.કૈલા,અઇંઝઞ રાજકોટ શહેરના પી. આઈ કે.જે.કરપડા, એસ. ઓ.જી શાખાના પી. એસ.આઈ ડી.પી.ગોહેલ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.