મહિલાઓને ખરા અર્થમાં ’શક્તિ’ બનાવવાની દિશામાં મહત્વનું પગલું
સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં મહિલા સ્વરક્ષણ કાર્યક્રમ યોજાયો, મહિલા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટ ઉપસ્થિતિ
- Advertisement -
મહિલાઓને ક્યારેક ’અબળા’ તો ક્યારેક ’શક્તિ’ ગણાવીને સમાજમાં તેમના પ્રત્યે સંવેદના અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ રાજકોટ પોલીસે મહિલાઓને ખરા અર્થમાં ’શક્તિ’ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યુ છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ હતી.
જેમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની 200 વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત તાલીમ પૂર્ણ કરેલી વિદ્યાર્થિનીઓ દ્વારા કરાટેનો ડેમો રાખવામાં આવ્યો હતો. જેમાં મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ.ભાર્ગવ ઝણકાટે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું.