ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરની સુચના મુજબ સ્વામી વિવેકાનંદજીની 160 મી જન્મ જયંતિ નિમીતે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય અને રાજકોટ શહેર ના યુવાધનને સ્વામી વિવેકાનંદ ના ચરીત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિમાર્ણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ’ તથા ‘એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે તથા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો તથા ઇચ્છા શક્તિ દ્વારા સઘળુ કાર્ય સીધ્ધ થઇ શકે છે’ જેવા સુત્રો યુવા પેઢીને મળી રહે તેમજ રાજકોટ શહેર ની યુવા પેઢીને ડ્રગ્સ અવેરનેશ તેમજ ટ્રાફીક અવેરનેશ તેમજ વ્યસન મુક્તિ અંગે જાણકારી મળે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા રામકૃષ્ણ આશ્રમ સાથે રહી રાજકોટ પોલીસ કમિશનર હમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષ સ્થાને વિવેકાનંદ આશ્રમથી પોલીસ હેડ કવાર્ટર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીના અંતમાં પોલીસ હેડ કવાટર વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે અવેરનેશ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ જે આયોજન માં વિધ્યાર્થી ઓ દ્વારા વિવિધ નાટકો થી રાજકોટ શહેરની યુવા પેઢી ને ડ્રગ્સ અવેરનેશ, ટ્રાફીક અવેરનેશ તેમજ વ્યસન મુકતી અંગે જાણકારી આપવામા આવેલ. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર હમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર હમિશનર વિધિ ચૌધરી, રામકૃષ્ણ આશ્રમના નિખીલેશ્વરાનંદ સ્વામીજી, નાયબ પોલીસ કમિશનર ઝોન-ર હમિશનર સુધીરકુમાર દેસાઇ, નાયબ પોલીસ કમિશનર ઝોન-1 હમિશનર સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને સ્પેશ્યલ વિભાગ હમિશનર પાર્થરાજસિંહ ગોહિલ ,નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શાખા હમિશનર પુજા યાદવ તથઆ કાર્યક્રમમાં એન.સી.સી. તથા સ્કાઉટ તથા કુંડલીયા કોમર્સ તથા બી.બી.એ. કોલેજના કુલ – 500 જેટલા વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વામી વિવેકાનંદની 160મી જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરાયું
