13 મુસાફરો ટિકિટ વગર ઝડપાયા: 1430નો દંડ વસૂલાયો, ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને 42500ની પેનલ્ટી
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 1 કંડકટરને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. 6ને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.4,31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેકીંગ દરમિયાન કુલ 13 મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! 1430નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.01-05થી તા.07-05 સુધીમાં 1,20,324 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1,76,359 મુસાફરો ફર્યા હતા. ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને 42500પેનલ્ટી કરાઈ છે. સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (છખઝજ) અને ઇછઝજબસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારામુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાયછે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય,તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનીય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે.