ભાજપનો કાર્યકર્તા સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારીત રાજનિતીને લક્ષ માં રાખી હરહંમેશ લોકોની વચ્ચે સેવારત રહયો છે : કમલેશ મિરાણી
છેવાડાનો માનવી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની લોકકલ્યાણકારી યોજનાનો લાભ મેળવે, તેમની સુગ-સગવડનુ સ્તર ઉંચુ આવે એ માટે ભાજપા સરકાર કટીબધ્ધ છેઃ અંજલીબેન રૂપાણી
ભાજપ સરકાર ધ્વારા તમામ વર્ગના સર્વાંગિ વિકાસ માટે અનેકવિધ નિર્ણયો તેમજ યોજનાઓના અમલ થકી લોકોના સપનાઓ સાકાર થઈ રહયા છે : ઉદય કાનગડ
- Advertisement -
ગુજરાત રાજય સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ બનીને પ્રગતિના વિવિધ માપદંડોમાં અગ્રેસર થઈ રહયુ છે : લાખાભાઈ સાગઠીયા
ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ અને મહાનગર ક્ક્ષાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ વોર્ડ કક્ષાએ બુથ સુધીનાં કાર્યકર્તાઓનો સમાવેશ કરી કારોબારી બેઠક યોજાતી હોય છે ત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મહાનગરની ઈ-કારોબારી બેઠક યોજાઈ હતી તેમજ શહેર ભાજપ પ્રમુખ ક્રમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નં ૧ થી ૯ ની કારોબારી સંપન્ન થયા બાદ વોર્ડ નં.૧૦ થી ૧૮ માં કારોબારી યોજવામાં આવેલ હતી. આ તકે વિવિધ વોર્ડમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીદભાઈ પટેલ, અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી શાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાલ ઉપાધ્યાયથી શરૂ કરી ભાજપના પ્રથમ અધ્યક્ષ અટલબીહારી બાજપાયીજી જેવા અનેકાનેક ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પુર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પણ કરી અનેક યાતનાઓ ભોગવી અવિરત સંઘર્ષ અને અનેક આંદોલનો ધ્વારા અગીયાર કાર્યકર્તાથી સ્થાપના કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નહાના નેતૃત્વમાં ૧૭ કરોડ થી વધુ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તેના આપણે કાર્યકર્તા છીએ, તેનું આપણને ગૌરવ છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ, સામાજીક સમરસતા, લોકતંત્રમાં અતૂટ વિશ્વાસ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારીત રાજનિતીને લક્ષ માં રાખી લોકોની વચ્ચે કાર્યરત છે.
- Advertisement -
આ તકે અંજલીબેન રૂપાણીએ જમ્રાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા અત્યોદયની ભાવના એટલે કે છેવાડાનાં માનવીની ચિંતા કરનારી પાર્ટી છે ત્યારે ભાજપ એ માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છે અને તેના આપણે સૌ કાર્યકર્તા છીએ તેનું આપણને ગૌરવ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકાર ધ્વારા ગરીબો, પીડીતો, શોષીતો, મહીલાઓ, બાળકો, વૃધ્ધો માટે અનેક લોકક્લ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
આ તકે ઉદય કાનગડે જણાવેલ કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણને વરેલી કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સરકાર વંચિતો, શોષિતો, ગરીબો તેમજ છેવાડાના માનવીઓના ક્લ્યાણઅર્થે સંવેદનશીલતા સાથે કાર્યરત છે, ત્યારે તમામ વર્ગના સર્વાંગિ વિકાસ માટે અનેકવિધ નિર્ણયો તેમજ યોજનાઓના અમલ થકી લોકોના સપનાઓ સાકાર થઈ ૨હયા છે.
આ તકે લાખાભાઈ સાગઠીયાએ જણાવેલ કે ગુજરાત રાજય સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ બનીને પ્રગતિના વિવિધ માપદંડોમાં અગ્રેસર થઈ રહ્યુ છે ત્યારે વિકાસની આગેકૂચમાં રાજયના છેવાડાના નાગરિકો સુધી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી પહોંચે અને છેવાડાનો માનવી આ યોજનાનો લાભ મેળવે, તેમની સુગ-સગવડનું સ્તર ઉચુ આવે એ માટે ભાજપા સરકાર કટીબધ્ધ છે. આ તકે વોર્ડ નં.૧૦ માં પરેશ હુંબલ, પ્રવીણભાઈ મારૂ, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના,સંગીતાબેન છાયા, ચેતન સુરેજા, નીરૂભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, અશ્વીન ભોરણીયા, વિજય ભટાસણા, બળવંતસિંહ રાઠોડ, રત્નદીપસિહ જાડેજા, નીરજ પટેલ, કીશોરભાઈ સોજીત્રા, જયસુખ બારોટ, મયુરીબેન ભાલાળા, હેમાંગ માકડીયા, બલરાજ રાક્ષા, પ્રફુલાબેન મહેતા, વોર્ડ નં.૧૧ માં રાજુભાઈ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માકડીયા, વૈભવ બોરીચા, લીલુબેન જાદવ, વીનુભાઈ સોરઠીયા, રસન્નીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, ભરતભાઈ શીંગાળા, મુકેશ પંડીત, પ્રીતેશ ભુવા, રાજેશભાઈ રાઠોડ, પલ્લવીબેન પોપટ, ફર્નાન્ડીઝ પાડલીયા, નીર્મળાબેન પીપળીયા, વોર્ડ નં.૧૨ માં પ્રવીણભાઈ ઠુમર, રસીભાઈ કાવઠીયા, દશરથસિહ જાડે, જ મનસુખભાઈ વેકરીયા, મગનભાઈ સોરઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા, કીરણબેન હરસોંડા, કીશન ટીલવા, ધર્મેશ ડોડીયા, નરશીભાઈ કાકડીયા, યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૧૩ માં પ્રફુલભાઈ કાથરોટીયા, દીવ્યરાજસિંહ ગોહીલ, કેતન વાછાણી, ભરત સવસેટા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, દીનેશભાઈ ટોળીયા, હસુભાઈ ચોવટીયા, વીજય ટોળીયા, યોગેશ ભુવા, વજુભાઈ લુન્નસીયા, નારણભાઈ બોળીયા, વોર્ડ નં.૧૪ માં વીરેન્દ્રસિંહ ઝાલા, જયોત્સનાબેન હળવદીયા,હસુભાઈ ચોવટીયા, હરીભાઈ રાતડીયા, નરેન્દ્ર કુબાવત, વીપુલ માખેલા, કેતન પટેલ, નીલેશ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, નીલમબેન ભટ્ટ, કિશોરભાઈ પરમાર, શૈલેષ કાપલીયા, અમીત બાવળેચા, કીશન સોલંકી, વોર્ડ નં.૧૫માં જીણાભાઈ ચાવડા, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, નાનજીભાઈ પારઘી, શરદભાઈ તલસાણીયા, શામજીભાઈ ચાવડા, વીનોદ કુમારખાણીયા, દેવજીભાઈ ખીમસુરીયા, પાંચાભાઈ વજકાણી, ધીરૂભાઈ વજકાણી, સંજય વજકારી, વીજય પરમાર, વોર્ડ નં.૧૦માં અશ્વીન મોલીયા, ભાર્ગવ મીયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, નરેન્દ્ર ડવ, સુરેશ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, રૂચીતાબેન જોષી, લીનાબેન રાવલ, પ્રવીણ કિયાડા, ભરત કુબાવત, જયેશ દવે, ચાંદનીબેન ગોડલીયા, ચંપાબેન બાલાસરા, ભાવનાબેન કાચા, વોર્ડ નં.૧૭માં વીનુભાઈ થવા, જેન્તીભાઈ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, અનીતાબેન ગોસ્વામી, જયંતીભાઈ સરધારા, વોર્ડ નં.૧૮માં જજ્ઞેશ જોષી, શૈલેષ બુસા, હીતેશ ઢોલરીયા, સંયસિહ રાણા, સંદીપ ગાજીપરા, ભારતીબેન પરસાણા, શૈલેષ પરસાણા, દક્ષાબેન વાધેલા, નીલેશ મુંગરા, પ્રકાશબા ગોહીલ, જયેશ લાઠીયા, રાકેશ રાદડીયા,સુરેશ બોઘાણી, મનોજ પાલીયા, છાયાબેન કવૈયા, આશાબેન ગોહેલ સહીતના ઉપસ્થિત રહયા હતા.


