રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં.૭ના નવનિયુકત પ્રભારી પ્રતાપભાઈ વોરા અને વોર્ડ મહામંત્રી રાજુભાઈ મુંધવાનું વોર્ડની સંકલન સમિતિ ધ્વારા માસ્ક પહેરાવી સન્માન કરાયું

તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ઘ્વારા શહેરના તમામ વોર્ડના ભાજપના પ્રભારીઓની નિયુકિત જાહેર કરવામાં આવેલ હતી. ત્યારે વોર્ડ નં.૭માં પ્રભારી તરેકી પ્રતાપભાઈ વોરા અને વોર્ડ મહામંત્રી તરીકે રાજુભાઈ મુંધવાની વરણી કરવામાં આવેલ. આ વરણીને આવકારતા વોર્ડ નં.૭ ની સંકલન સમિતિના સદસ્યો ધ્વારા તેમનું માસ્ક પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું.
- Advertisement -
આ તકે ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી કશ્યપભાઈ શુક્લ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, વોર્ડપ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડમહામંત્રી અનીલ લીંબડ, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલ શુક્લ, જયબેન ચાવડા, વર્ષાબેન પાંધી, જયેન્દ્રભાઈ મહેતા,હેમભાઈ ચૌહાણ, શિક્ષણ સમિતિના સદસ્ય કીરીટભાઈ ગોહેલ તેમજ રસીકભાઈ મોરધરા, પથુભા ડોડીયા, વીનુભાઈ જીવરાજાની, નીરવ મહેતા સહીતના ઉપસ્થિત રહયા હતા.


