ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તારીખ 3-2-2025ના રોજ રાત્રિના રૂખડીયામાં રહેતા અનવર નામના શખ્સને બજરંગવાડી ખાતે માજીદ ભાણુ તથા તેના સાગરીતો સાથે માથાકૂટ થયેલી હોય જૂની અદાવતનો ખાર રાખી પોતાની સાગરિતો સાથે રૂખડીયામાં રહેતા અનવર સાથે ઝઘડો કરવાના ઈરાદે આવેલા હતા. તેના ઘર પાસે જઈ જોર-જોરથી રાડો નાખવા લાગેલ તે સમયે અનવરના મોટાભાઈના સાસુ જેઓ ત્યાં સામે જ રહેતા હોય તે બહાર આવતા માજીદ તથા તેના સાગરિતો દ્વારા તેઓના ઘર પર સોડા બોટલના ઘા કરી આતંક મચાવેલો હતો. આ કુખ્યાત શખ્સ વિરૂદ્ધ ગુજસીટોક તથા ખૂન, ખૂનની કોશીશ, પોલીસ પર હુમલો તથા રાયોટિંગ જેવા વિવિધ ગુન્હાઓ નોંધાયેલા હોય જેમાં જામીન પર છુટેલા હોઈ અને એક ડઝનથી વધુ ગુન્હાઓ નોંધાયેલા હોય તા. 3-2-2025ના રોજ રૂખડીયાપરામાં સોદા બોટલના ઘા કરી વિસ્તારમાં આતંક મચાવનાર આ માજીદ ભાણુને ગુન્હા ફરાર હોય એસ.ઓ.જી. દ્વારા તેની ધરપકડ કરી પ્રદ્યુમનનગર પોલીસના હવાલે કરતા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા તા. 20-3-2025ના રોજ પોતાના વકીલ દ્વારા આરોપીના જામીન માટે જૂના ગુન્હાઓ ધ્યાનમાં ન લેવા જોઈએ વિગેરે જેવી વિગતવાર દલીલો તથા નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદા રજૂ કરાતા ચીફ કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખી આ કુખ્યાત શખ્સ માજીદ ભાણુના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. ઉપરોક્ત કામમાં અજીતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઈઝાનભાઈ સમા તથા અંકીતભાઈ ભટ્ટ તથા રહીમભાઈ હેરંજા રોકાયેલા હતા.



