વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે નેશનલ કોન્ફરન્સ, યુવા એન્જિનિયરોને ટેક્નોલોજી સાથે વિકસિત ભારત માટે કામે જોડાવાનું આહ્વાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં નેશનલ કોન્ફરન્સ ઓન રીસેન્ટ ટ્રેન્ડસ એન્ડ ઇનોવેશન્સ ઇન ઈંઘઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અઈંઈઝઊના ચેરમેન ડો. સીથારામે જણાવ્યું હતું કે, દુનિયાના 45% ઞઙઈં ટ્રાન્ઝેક્શન આજે ભારતમાં થાય છે, ભારત સૌથી મોટો સ્માર્ટફોન એક્સપોર્ટર દેશ બન્યો છે અને હવે ઈંઘઝ તથા અઈંનો વિવેકપૂર્ણ ઉપયોગ દેશને વિકસિત ભારત બનાવવા માટે અત્યંત જરૂરી બન્યો છે.ડો. સીથારામે જણાવ્યું કે, ઈંઘઝ અને અઈં ભવિષ્યની ટેક્નોલોજી નહીં પરંતુ આજની વાસ્તવિકતા છે. રિન્યુએબલ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક કંટ્રોલ, કૃષિ ક્ષેત્રમાં પાણી-ખાતર સંભાળ, હેલ્થકેર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્પેસ સેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં તેનો વિશાળ ઉપયોગ થવાનો છે. કોરોનાકાળમાં ઈંઘઝ દ્વારા કરોડો વેક્સિન સર્ટિફિકેટ લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અઈંનો ઉપયોગ એથીકલ રીતે થવો જોઈએ.
અઈંઈઝઊ ચેરમેને રાજકોટને ખજખઊ સેક્ટરનું હબ ગણાવતા કહ્યું કે, સમગ્ર ભારતમાં ઈંઘઝનું મોડેલ સિટી બનવાની ક્ષમતા રાજકોટ પાસે છે. તેમણે ઉમેર્યું કે, અઈંઈઝઊ દ્વારા 2021માં તૈયાર કરાયેલું મોડેલ કરીક્યુલમ વિશ્વના શ્રેષ્ઠ કરીક્યુલમમાંથી એક છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા યોગ્ય બનાવે છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઈંજઝઊ ગુજરાત સેકશનના ચેરમેન ડો. સચિન પરીખે જણાવ્યું કે, આવનારા સમયમાં સ્પેસ સેક્ટર તથા ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં લાખો રોજગારી તકો ઉભી થવાની છે. યુવા એન્જિનિયરોને આ ક્ષેત્રે પણ તકોનો લાભ લેવા આગ્રહ કર્યો હતો.
કાર્યક્રમમાં વીવીપીના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ ડો. પીયુષભાઈ વણઝારા, નિરમા યુનિવર્સિટીના ડો. હિમાંશુભાઈ સોની, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડો. ઉજ્જવલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



