ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલ બાલાજી ફાર્મમાં રાજકોટના વેપારી ચિરાગ અશોકભાઈ રૂપારેલિયા તેના માસીના દીકરાના લગ્ન પ્રસંગમાં જીજે 11 સીજે 7830 નંબરની કાર લઈને આવ્યા હતા અને કારને ફાર્મના પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે અજાણ્યા ઈસમો આઈ 20 કાર લઈને આવ્યા હતા અને ડ્રાયવર સાઈડનો કાચ તોડી થેલામાં રહેલ કિંમતી સોનાના દાગીના જેની કી.રૂ.10.55 લાખની ઉઠાંતરી કરી ફરાર થઇ જતા રાજકોટના વેપારી ચિરાગ રૂપારેલિયાએ સી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે ચોરીના બનાવ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી અને આઈ 20 કાર લઈને આવેલ શખ્સની શોધખોળ શરૂ કરી હતી ત્યારે કાર ચાલક રાજકોટ તરફ જવાની હકીકત મળતા પોલીસે ગોંડલ ચોકડી નજીક રહેતા ધરમ જશવંત ધાઘીયાને ઝડપી પાડયો હતો જયારે આ બાબતે ડીવાયએસપી નિકિતા સિરોયાએ જણાવ્યું હતું કે કારના કાચ તોડી ચોરી કરનાર ધરમ જશવંત ધાઘીયા અગાઉ 2018માં પણ ગુનો દાખલ થયેલ છે.ત્યારે ઝડપાયેલ શખ્સ પાસેથી સોના દાગીના ભરેલ થેલો કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરુ કરી છે.