મિત્રો સાથે રાજસ્થાન રામદેવળા બીજ ભરવા જતાં હતાં: ડેરી સંચાલકના મૃત્યુથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બાડમેર-જોધપુર હાઇવે પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે ટક્કર થયાં બાદ કાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા રાજકોટના 29 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં મૃતક રાજકોટ ભાજપ અને ભરવાડ સમાજના અગ્રણીના ભત્રીજા હોવાનું જાણવા મળતા સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં રહેતાં રવિભાઈ જગાભાઈ બોળીયા ઉ.29 તેના મિત્રો જયદીપ રતાભાઈ, વલીભાઈ નિંબાભાઈ રબારી, જય કાંતિભાઈ પટેલ અને રાજ દિનેશભાઈ આહીર સાથે સ્કોર્પિયો કારમાં રાજસ્થાનમાં આવેલ રામદેવડા બીજ ભરવા માટે મંગળવારે રાતે રાજકોટથી નીકળ્યા હતાં તે બુધવાર સવારે બાડમેર-જોધપુર હાઇવે પર હતાં ત્યારે નાગાણા વિસ્તારના કવાસ ખાતે ઝીરો પોઈન્ટ ઓવરબ્રિજ પર સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત પછી સ્કોર્પિયો પલટી જઈ ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી જેમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકો વાહનમાં ફસાઈ ગયા હતા અકસ્માત બાદ નજીકના ગ્રામીણ વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા ઘાયલોને બહાર
કાઢ્યા હતા.
આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા રવિનું મોત નીપજ્યું હતું અને અન્ય ચાર યુવાનો ઘાયલ થયા હતા.ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા મૃતક યુવાન સ્વામિનારાયણ ચોકમાં જ દૂધની ડેરી ચલાવી ધંધો કરતો હતો, તે ત્રણ ભાઈ-એક બહેનમાં મોટો હતો તેમજ તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે યુવાન જ્યાં દૂધ સપ્લાય કરવાં જતો તે મહિલાએ કેમ હજું દૂધ નથી આવ્યું તે અંગે ફોન કરતાં કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉપાડી બનાવની જાણ કરી હતી. જે બાદ તે મહિલાએ પરીવારને જાણ કરતાં પરિવારજનો ત્યાં દોડી ગયાં હતાં.
મૃતદેહ રાજકોટ લાવી આજે તેમની અંતિમયાત્રા નીકળી હતી મૃતકના કાકા નારણભાઈ બોળીયા ભાજપ આગેવાન છે અને તેનો પુત્ર રોહિત બોળીયા પણ યુવા ભાજપ મહામંત્રી હોવાનું સામે આવ્યું છે.