રાજકોટ જીલ્લા ભાજપ મીડીયા વિભાગ જણાવે છે કે, ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ‘કમલમ’ ખાતેથી પૂર્વ બૌદ્ધિક સેલના કન્વીનર અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેરની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
- Advertisement -
આ ઈ-ચિંતન અભ્યાસવર્ગમાં આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જીલ્લા સંગઠન પ્રભારી ઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ઓ ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ, જીલ્લા વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય વલ્લભભાઈ કથીરિયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી સહીતના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતા અમોહભાઈ શાહએ જણાવ્યું હતું કે, વૈદિક કાળથી જ રાષ્ટ્ર વિશેની સંકલ્પના અને રાષ્ટ્ર સુરક્ષા સંબંધી વ્યાપક વિચાર આપણે ત્યાં જ થયેલ છે. ભારતના પ્રાચીન ઈતિહાસમાં રાષ્ટ્રીય સુરક્ષાનો વ્યાપક દ્રષ્ટીએ વિચાર કર્યો હોય તો આજથી ૨૨૦૦ વર્ષ પહેલા આચાર્ય ચાણક્યે કરેલો હતો. એટલે જ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવું પ્રત્યેક સરકારની સૌથી પહેલી આવશ્યકતા નહિ પરંતુ સૌથી મોટી પ્રાથમિકતા પણ હોય છે. કોંગ્રેસએ પોતાની મતબેંકને જાળવવા ક્યારેય રાષ્ટ્રની સુરક્ષાની ચિંતા કરી નથી. કોંગ્રેસના શાસનમાંભારતના કોઇપણ રાજ્યમાં આતંકવાદીઓ ઘુસીને બોંબ ધડાકા કરી જતા. કોંગ્રેસએ કોઈ દિવસ ગંભીરતા ન લેવાથી જમ્મુ-કાશ્મીર પ્રશ્ન સળગતો રહ્યો હતો ત્યારે જનસંઘે વર્ષ ૧૯૬૬માં જ એક પ્રસ્તાવ પસાર કરીને કહ્યું હતું કે, ભારતે પરમાણુ શક્તિ બનવું જોઈએ. જયારે અટલજી વડાપ્રધાન બન્યા ત્યારે વર્ષ ૧૯૯૮માં ભારતે એક સાથે ૫(પાંચ)પરમાણુ વિસ્ફોટ કરીને દુનિયાની એક જવાબદાર પરમાણુ શક્તિનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.
- Advertisement -
જયારે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની તૈયારી થઇ રહી હતી ત્યારે ભાજપે પોતાના ઘોષણા પત્ર-સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ પોતાની પ્રતિબધ્ધતા અને પ્રાથમિકતા વિસ્તૃત રીતે દેશની સમક્ષ રાખી હતી અને તેથી જ દેશની જનતાએ અભૂતપૂર્ણ સમર્થન આપી પૂર્ણ બહુમત આપ્યો હતો.
વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી જીતી સત્તામાં આવીને મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક વિસ્તૃત યોજનાનું ચિત્રણ કર્યું હતું. જેમાં મુખ્યત્વે ચાર મુદા વિશેષ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.પહેલું ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રભુતા સામે આવનાર પ્રત્યેક પડકાર અને સંકટનો સામનો કરવા દેશને સક્ષમ બનાવવો.
બીજો મુદો જેના પર મોદી સરકારે કામ કર્યું તે છે દેશની અંદર એવું સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવું જેમાં ભારતની પ્રગતીના માર્ગમાં અવરોધ ન આવે અને વિકાસકાર્યોને લઇને પ્રજાજનો પાસે જવું જઈએ અને આ જ જોશ અને વિશ્વાસને જાગૃત કરવો જોઈએ.
આ બેઠકમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને સંચાલન જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડાએ કર્યું હતું. આભારવિધિ જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીએ કરી હતી. આ વર્ચ્યુઅલ સત્રમાં ૨૦૦ થી વધારે જીલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર બેઠકનું વર્ચ્યુઅલ ડીજીટલી વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય મહેતા, સેંજલ મહેતા, કમલ કોરિયાએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણ નિર્મળની યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા “ઈ-ચિંતન સત્ર”વર્ચ્યુઅલ સ્વરૂપે પ્રશિક્ષણ વર્ગ યોજાયો: ૨૦૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.