રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે અરુણભાઈ નિર્મળ તથા સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા અને ઉદયભાઈ લાખાણી
અરુણભાઈ નિર્મને રાજકોટ શહેરમાં ૩ ટર્મ તેમજ જીલ્લામાં ૧ ટર્મ મીડિયાની જવાબદારી સંભાળેલ છે
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તથા પ્રદેશ મીડિયા વિભાગના હોદેદારો સાથે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્સ કરીને રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.
જીલ્લા પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ તરીકે અરુણભાઈ નિર્મળ તથા સહ-ઇન્ચાર્જ તરીકે કિશોરભાઈ ડોડીયા(સીનીયર સબ એડિટર-ફૂલછાબ) અને ઉદયભાઇ લાખાણી લેકચરર)ની નિમણૂક કરવામાં આવી છે. અરુણભાઈ નિર્મળ રાજકોટ શહેરમાં ૩ ટર્મ સુધી તેમજ રાજકોટ જીલ્લામાં ૧ ટર્મ મીડિયા તરીકેની સફળ કામગીરી સંભાળેલ છે. જેઓ જીલ્લામાં બીજી ટર્મમાં વરણી થતા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, મુકેરાભાઈ દાસાણી તથા રાજુભાઈ ધ્રુવ તેમજ પ્રદેશના મીડિયા વિભાગના તમામ હોદ્દેદારો અને જીલ્લાના હોદ્દેદારોએ નવનિયુક્ત ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


