1લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે છેલ્લા 38 વર્ષથી સક્રિય કામગીરી કરતી એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા શાળા કોલેજ અને સમાજમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એક લાખથી વધુ છાત્રો અને નગરજનોને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે રેસકોર્સ રીંગરોડ પ્રોજેક્ટ લાઈફ સેન્ટરથી 500 લાલ કલરના ફુગ્ગાની વિશાળ લાલ રેડ રિબન હવામાં તરતી મૂકીને “એન્ડ એઈડ્સ 2030” ના વૈશ્વિક સંકલ્પના ભાગરૂપે એઇડ્સને ટાટા.. બાય .. બાય કહેવામાં આવ્યું હતું.
Follow US
Find US on Social Medias



