- ‘હર હર મહાદેવ’ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા: શિવમંદિરોમાં ચાર પ્રહરની પૂજા, મહાઆરતી, મહાપ્રસાદના આયોજનો
ખાસ-ખબર સંવાદદાતા
આજે મહાશિવરાત્રીના પાવન દિવસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના શિવાલયોમાં શિવનાદ ગુંજી ઉઠયો છે. આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટી પડયા છે.
- Advertisement -
આજ સવારથી સતત 4ર કલાક મંદિરના દ્વાર ખુલ્લા રહેશે.આજે ઠેર ઠેર શોભાયાત્રા, ચાર પ્રહર મહાપૂજા, મહાઆરતી, લઘુરૂદ્ર, મહાપ્રસાદ, ભાંગ પ્રસાદી વિતરણ સહિતના આયોજનો થયા છે. રાજકોટમાં આજે બપોેરે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કમલેશ્વર મહાદેવ મંદિરેથી શિવરથ યાત્રાનું આયોજન કરાયું છે.દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરના શિવાલયોમાં શ્રદ્ધાભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના શિવમંદિરોમાં આજે અનેરો શણગાર કરવામાં આવ્યો છે.
ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના દરેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ના નાદ ગુંજી ઉઠ્યા છે. આજના આ પર્વ નિમિત્તે રાજકોટમાં પંચનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, કોટેશ્ર્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં સવારે અભિષેક, પૂજન, મહાઆરતી તેમજ ભાંગ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાળંગપુર ધામમાં પણ આજે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
આમ સાળંગપુર હનુમાનજી મંદિર પણ શિવમય બની ગયું છે. આજે શહેરમાં ભવ્ય શિવરથયાત્રાનું પણ આયોજન કરાયું છે.