પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુએ મુશ્કેલીઓ નિવારવા ખાતરી આપી; 19મીએ મતદાન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસોસિયેશનની આગામી તા. 19/12/2025ના રોજ યોજાનાર ચૂંટણી માટે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ પેનલમાં પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા સહિત 15 ઉમેદવારો મેદાનમાં છે.
સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત થયેલા નોટરીઓ અને રાજકોટ મહાનગર પાલિકાના પેનલ એડવોકેટની એક બેઠક મળી હતી. આ મીટિંગ દરમિયાન પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુએ નોટરીઓની લાઈસન્સ રિન્યુઅલ સંબંધી મુશ્કેલીઓ અને મનપાના પેનલ વકીલોની કામગીરીની મુશ્કેલીઓનું યોગ્ય સ્તરે નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી.
આ ખાતરીના પગલે, ગુજરાત સરકારના તાજેતરમાં નિયુક્ત થયેલા નોટરીઓ અને રાજકોટ મહાનગર પાલિકાના પેનલ એડવોકેટ સહિત 250થી વધુ ધારાશાસ્ત્રીઓએ સમરસ પેનલને પેનલ ટુ પેનલ મત આપી વિજયી બનાવવા માટે જાહેર ટેકો આપ્યો હતો.
બાર એસો.ની ચૂંટણીમાં 16 પદ માટે 41 ઉમેદવાર મેદાને
ક્ષ પ્રમુખ પદ માટે 4, ઉપપ્રમુખ બનવા 2 ઉમેદવારની દાવેદારી
19 ડિસેમ્બરે યોજાનાર રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી થઇ જતા અને 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ચૂંટણી કમિશનરે ઉમેદવારોની આખરી યાદી જાહેર કરી છે અને તેમાં 16 પદ માટે 41 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પ્રમુખ પદ માટે ચાર, ઉપપ્રમુખ પદ માટે 2, સેક્રેટરી પદ માટે 4, જોઇન્ટ સેક્રેટરી પદ માટે 3, ટ્રેઝરર પદ માટે 2 ઉમેદવારો, લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે 3 અને કારોબારીની 9 જગ્યા માટે 8 મહિલા સહિત 23 ઉમેદવાર મેદાનમાં છે. સતત બીજા વર્ષે વકીલોની ચૂંટણીમાં કાંટે કી ટક્કર થવા જઇ રહી છે.
ગત વર્ષે સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જ્યારે આ વર્ષે સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે બળાબળના પારખાં થશે.
- Advertisement -
રાજકોટ બાર એસો.માં ક્યાં હોદ્દા માટે કોણ-કોણ દાવેદાર
પ્રમુખ
હ ફળદુ સુરેશ રણછોડભાઇ
હ પંડ્યા નિરવકુમાર કરુણાશંકર
હ વાઘેલા હરિસિંહ મનુભા
હ વોરા સુમિતકુમાર ધીરજલાલ
ઉપપ્રમુખ
હ સિદ્ધરાજસિંહ જાડેજા
હ બિમલ જાની
સેક્રેટરી
હ અનિલ ડાકા
હ મેહુલ મહેતા
હ નિલેશ ગોવિંદભાઈ
હ ગૌતમ રાજ્યગુરુ
જોઇન્ટ સેક્રેટરી
હ જયેન્દ્ર ગોંડલિયા
હ ધીમંત જોશી
હ સંદીપ વેકરિયા
ટ્રેઝરર
હ રેખાબેન લીંબાસિયા
હ પ્રગતિ માકડિયા
લાઇબ્રેરી સેક્રેટરી
હ અનિલ ડાકા
હ સાગર હપાણી
હ કેતન મંડ
કારોબારી (મહિલા અનામત)
હ મેઘાવીબેન ગજ્જર
હ હિરલબેન જોશી
હ નિશાબેન લુણાગરિયા
હ અરૂણાબેન પંડ્યા
હ મીતાબેન રાવ
હ મિનલબેન સોનપાલ
હ રક્ષાબેન ઉપાધ્યાય
હ વૈશાલીબેન વિઠલાણી
કારોબારી સભ્ય
હ દીપકકુમાર બારોટ
હ યશ ચોલેરા
હ સંજય ડાંગર
હ કેતન જેઠવા
હ સ્તવન મહેતા
હ રણજિત મકવાણા
હ ભાર્ગવ પંડ્યા
હ વિજયકુમાર રૈયાણી
હ અશ્વિન રામાણી
હ હસમુખ સાગઠિયા
હ કલ્પેશ સાકરિયા
હ કશ્યપ ઠાકર
હ જતિન ઠક્કર
હ અમિત વેકરિયા
હ દીપ વ્યાસ



