ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસો. દ્વારા આગામી તા. 1-12 ને રવિવારના રોજ સાંજના 5-30 કલાકે બંધન પાર્ટી પ્લોટ (ધી ગ્રેટ પંજાબી ધાબા), અયોધ્યા ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ, ધ વન વર્લ્ડની સામે રાજકોટ ખાતે ડીરેકટરી, ઈ-ડીરેકટરી તથા રાજકોટ બાર એસો.ની વેબસાઈટ લોન્ચિંગ સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ જસ્ટીસ બીરેન વૈષ્ણવ યુનિટ જજ રાજકોટ જિલ્લાના વરદહસ્તે યોજાશે.
- Advertisement -
રાજકોટ બાર એસો.ની વર્ષ 2024ની ચૂંટાયેલ બોડી દ્વારા સર્જનાત્મક કામ હાથ ધરી સને 2016ના અરસાથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોની ડીરેકટરી બનેલી ન હોય ઘણા બધા એડવોકેટનું નિધન થયું હોય અને ઘણા બધા નવા એડવોકેટનો ઉમેરો થયેલ હોય તથા ઘણા બધા એડવોકેટના સરનામા તથા મોબાઈલ નંબર બદલાયેલ હોય તેથી અત્યાર સુધીની ડીરેકટરીથી અલગ વિચાર અને અભિગમ અપનાવી અલગ પ્રકારની એટલે કે બારના સભ્યોની ફોટા સાથેની ફીઝીકલ ઉપરાંત ઈ-ડીરેકટરી બનાવવાનું વિચારણામાં લઈ તેનો કોસ્ટીંગ રેટ કઢાવતા ખૂબ જ મોટો કોસ્ટીંગ રેટ આવતો હોવા છતાં વર્તમાન બારની બોડી દ્વારા કોઈ પણ રીતે જહેમત ઉઠાવી જાહેરાતના માધ્યમથી રાજકોટ બાર એસોસિએશનના દરેક સભ્યોના હિતાર્થે અને સગવડતા માટે વર્તમાન સમયને અનુરૂપ બાર એસોસિએશને ડીરેકટરી બનાવવાની જાહેરાત કરેલી અને રાજકોટ બારના સભ્યોને નિયત સમયમાં ફોર્મ ભરી સબમીટ કરી દેવા અવારનવાર યાદીઓ પણ કરવામાં આવેલી હતી.
આ યાદીઓ અન્વયે ફોર્મ ભરી રાજકોટ રાજકોટ બાર એસો.માં જમા કરાવનાર વકીલ સભ્યોના ડેટા ડીરેકટરી બનાવનારી એજન્સીને મોકલી આપેલ અને તે તૈયાર થયેલા જેટા રાજકોટ બાર એસો.માં પહેલા માળે લાયબ્રેરીમાં રાખવામાં આવેલો હતો, જે ડેટામાં બારના સભ્યોના નામ, સરનામા, મોબાઈલ નંબર સહિતની વિગતોમાં સુધારા હોય તો તે સુધારાઓ કરી ફાઈનલ ડેટા તૈયાર કરવામાં આવેલા. ઉપરાંત ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત, યુનિટ જજ રાજકોટ જિલ્લો, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ રાજકોટ, પ્રિન્સીપાલ જજ ફેમીલી કોર્ટ રાજકોટ, કલેકટર રાજકોટ, પોલીસ કમિશનર રાજકોટ વિગેરેના માહિતીઓ સાથેના શુભેચ્છા સંદેશા મગાવવા પત્રો લખી આધુનિક ડીરેકટરી બનાવવામાં આવેલી છે.
આ તકે ગેસ્ટ ઓફ ઓનર રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ વી. બી. ગોહીલ તથા પ્રિન્સીપાલ જજ ફેમીલી કોર્ટ રાજકોટના બી. એસ. પરમાર હાજર રહેવાના હોય સાથોસાથ રાજકોટ જિલ્લાના તમામ જજીસોને કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવાયું છે. સાથે સાથે રાજકોટ બાર એસો.ના ઘરેણાં સમાન સિનિયર વકીલો તેમજ જુનિયર વકીલ ભાઈઓ-બહેનો, સરકારી વકીલો, કલેકટર રાજકોટ, પોલીસ કમિશનર રાજકોટ શહેર, રેન્જ આઈ.જી. રૂરલ એસ.પી તેમજ રાજકોટ શહેરમાં કાર્યરત જુદી જુદી અદાલતો, ટ્રીબ્યુનલો, બારના સભ્યોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવાયું છે.