સોમવારે 21 કુંડી નિ:શુલ્ક મહા મારૂતિ યજ્ઞનું ભવ્ય દિવ્ય આયોજન: શણગાર દર્શન, રંગોળી, અન્નકૂટ, ઉત્સવ, ડેકોરેશન સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર અને સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, આ રાજકોટનું સૌથી વધારે ભીડ વાળું મંદિર છે, જ્યાં હજારો ભક્તો દાદાના દર્શને આવે છે અને તેમના દુ:ખ, કષ્ટો બાલાજી દાદા દૂર કરે છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ આયોજિત, મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી અને સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ, અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે મંદિરમાં 21 કુંડી નિ:શુલ્ક મહા મારુતિ યજ્ઞનું તા .22 જાન્યુઆરી, સોમવારના રોજ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, યજ્ઞનો સમય સવારે 7.30 થી બપોરના 12.30 સુધીનો રહેશે અને બપોરે 3.30 થી 6.30 સુધીનો રહેશે, આમ બે ટાઈમ યજ્ઞ થશે, સાથે મંદિરના પ્રાંગણમાં ભવ્ય રંગોળી પૂરવામાં આવશે, બાલાજી દાદાને દિવ્ય શણગાર કરાશે તેમજ ડેકોરેશન સાથે અન્નકૂટ ધરાવાશે, સંધ્યા આરતી સમયે દીવડાઓ પ્રગટાવી દિવાળી ઉજવવામાં આવશે, આ પાવન અવસરે સવારે શણગાર આરતી સવારે 6.45 કલાકે, અન્નકૂટ આરતી બપોરે 12 કલાકે થશે, અને સંધ્યા આરતી સાંજે 6.30 કલાકે યોજાશે, આ પાવન પ્રસંગે યજ્ઞમાં બેસવા ઈરછતા ભક્તોએ મંદિરની ઓફિસમાં પોતાના નામ નોંધાવી દેવા સાથે દાદાના દિવ્ય દર્શનનો અને રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો અલૌકિક લાભ લેવા પરિવાર સાથે પધારવા મંદિરના કોઠારી પૂ.મુનિવત્સલ સ્વામીની યાદીમાં જણાવાયું છે.