ભવ્ય રાજોપચાર પૂજન, સંતો-મહંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દાદાના દિવ્ય સાનિધ્યમાં નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવ અંતર્ગત ગઇકાલે આચાર્ય શ્રી રામપ્રિયજીની અધ્યક્ષતામાં રાજોપચાર પૂજન ભવ્ય રીતે યોજાયું.
આ પાવન પ્રસંગે વક્તા શાસ્ત્રી પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી, બાલાજી મંદિરના મહંત પૂ. વિવેકસાગર દાસજી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂ. રાધારમણદાસજી સ્વામી, કોઠારી પૂ. મુનિવત્સલ દાસજી સ્વામી, પૂ. ભક્તિસ્વામી (ખીરસરા), પૂ. ગોવિંદ સ્વામી (દ્વારકા), પૂ. કે.પી. સ્વામી, પૂ. જે.પી. સ્વામી, પૂ. આનંદસ્વામી (વિસાવદર ગુરુકુલ), પૂ. દિપુ સ્વામી, પૂ. જગતપ્રકાશદાસજી સ્વામી સહિત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સાંજે ધવલકુમારજીની ઉપસ્થિતિમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ અલભ્ય લાભ લીધો હતો.
આજે સંસ્થાના વડા પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારશે, પુસ્તક વિમોચન થશે તેમજ સાંજે કથા વિરામ લેવામાં આવશે.