CISFના જવાનોએ કાચ તોડી આગ બૂઝાવી
શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એરપોર્ટ પર આજે સવારના સમયે આગની ઘટના સામે આવી હતી. આજે સવારના સમયે એરપોર્ટની અંદર આવેલી એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તેમજ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જોકે CISFના જવાનોએ કાચ તોડી આગ બૂઝાવી દીધી હતી.આગ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. જોકે સદનસીબે આગ લાગવાના પગલે કોઇ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. રાજકોટ એર ઇન્ડિયાના સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, આજે સવારના સમયે લગભગ 8 વાગ્યાના અરસામાં એરપોર્ટ પરથી ફોન આવ્યો હતો. જેમાં એરપોર્ટ પરની ઓફિસમાં આગ લાગી હોવાનું જણાવતા તેઓ તુરંત એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ એરપોર્ટ પર હાજર CISFના જવાનો દ્વારા અગ્નિશામક સાધનનો ઉપયોગ કરી ઓફિસનો કાચ તોડી માત્ર 10થી 15 મિનીટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
- Advertisement -


